ઓગસ્ટમાં જ ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે! આ તારીખો નોંધી લેજો! પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Paresh Goswami Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે. 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે. 

1/6
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, જો કે, ખેતકાર્યો સમયસર પુરા કરવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટમાં ફરીથી વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. 

2/6
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ઓગસ્ટમાં સારો વરસાદ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 10 ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. 10 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, ત્યારબાદ તેનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે. ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

3/6
image

ઓગસ્ટમાં આમ તો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં ફરી મેઘો ધબધબાટી બોલાવશે. ઓગસ્ટમાં સક્રિય થનારી વરસાદની નવી સિસ્ટમ વિશે વાત કરીએ તો, પેસિફિક મહાસાગરમાં ટોપિકલસ્ટ્રોમ બનવાની શક્યતાઓ છે, જે બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને વરસાદ લાવશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. તો ભરૂચ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલની આગાહી

4/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે. 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમને કારણે વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડ, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, મહુવા અને ઊનામાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે. 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારુ ગણાશે. 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક સારું ગણાતું નથી.

અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થશે!

5/6
image

અંબાલાલે વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે. અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાં સિસ્ટમ પણ સક્રિય થશે અને તારીખ 19થી 22માં દક્ષિણ સોરાસ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા વધવાની પણ શક્યતાઓ છે. 19થી 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે. એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 

6/6
image

18 થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા. જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ ઓગસ્ટમાં હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. જો કે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. પેસિફિક મહાસાગરમાં ટોપિકલસ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે. જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે.