પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો : હાલ એક છાંટો પણ નહિ પડે, વરસાદની આખેઆખી આગાહી પલટાઈ ગઈ

Paresh Goswami Ni Agahi : એક તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યાં છે. તો કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, ગુજરાતમાં મોન્સુન બ્રેક આવી ગયું છે. તેથી હાલના દિવસોમાં ભારે વરસાદ નહિ આવે. નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહી દીધું કે, અડધો મહિનો ગુજરાતમાં વરસાદ તો શું છાંટો પણ નહિ ખરે. 
 

તો પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે 

1/4
image

ઘણા વિસ્તારમાં વરસાદની જરૂર છે, છતા આવતો નથી. 1 થી 10 સુધીમાં સામાન્ય વરસાદ પડે તો પણ અપવાદ રહેશે. છુટોછવાયો વરસાદ રહેશે. પણ ક્યાંક સારો વરસાદ નહિ રહે. પવનની ઝડપ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોવા મળશે. સૌરાષ્ટ્ર કાંઠાના 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં દરિયાઈ પવનોમાં ગતિ વધારે હશે. બીજા વિસ્તારમાં પવનની ઝડપ 12 થી 15 કિલોમીટરની ઝડપ હશે. 

હાલ મોન્સુન બ્રેક ચાલી રહ્યું છે

2/4
image

હાલ કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પરતું આ વાદળો હાઈલેવલના હોય છે, તેમાં કોઈ પ્રકારનો વરસાદ નહિ આવે. હાલ વરસાદની કોઈ અપેક્ષા ન રાખવી. 2 ઓગસ્ટથી વાયરો ફૂંકાવાનુ શરૂ થયું છે. તેથી આજથી મોન્સુન બ્રેક ચાલુ થઈ ગયુ છે. એટલે કે વરસાદનો ગેપ આવી રહ્યો છે. વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે એ હજી કહી ન શકાય. 

ખેડૂતો માટે ખાસ સમાચાર

3/4
image

પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપી કે, હાલ ચોમાસું પાક સૂકાય અને પિયતની જરૂર હોય તો આપી દેજો. કારણ કે હાલ મોટા વરસાદની કોઈ શક્યતા નથી. 1 થી 10 ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી રહી. બનશે તો પણ નબળી બનશે અને ઉત્તર ભારત તરફ જાય તેવું લાગી રહ્યું છે. તેથી બંગાળની ખાડીનો લાભ હમણા નહિ મળે. અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી બની રહી.

મોન્સૂન બ્રેક' શું હોય છે?

4/4
image

હવામાન વિભાગ મુજબ, વરસાદી બ્રેકનું મુખ્ય કારણ 'મોન્સૂન ટ્રફ' (ભેજ ખેંચતી હવાની પટ્ટી)નું ઉત્તર ભારત તરફ હિમાલયની તળેટીમાં ખસી જવું છે. જ્યારે આમ થાય ત્યારે ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદ ઘટી જાય છે.