ઘાતક કાલસર્પ યોગનો અશુભ સંયોગ, આ 3 રાશિવાળા 28 જુલાઈ સુધી ખુબ સાવધાન રહેજો, નહીં તો જીવન ખેદાનમેદાન થઈ જશે
18મી મે 2025થી રાહુ અને કેતુના રાશિ પરિવર્તન બાદ કાલસર્પ દોષ પ્રભાવી થયો છે. રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં છે. જેનાથી તમામ ગ્રહો તેના પ્રભાવ ક્ષેત્રમાં આવી ગયા છે. આ યોગ 28 જુલાઈ 2025 સુધી રહેશે. જ્યારે મંગળ સિંહથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેનો પ્રભાવ ઘટવા લાગશે.
જ્યોતિષ ગણતરીઓ મુજબ હાલ કાલસર્પ યોગ પ્રભાવી છે. જ્યોતિષ મુજબ જ્યારે તમામ ગ્રહ રાહુ અને કેતુની ધુરી (એક્સિસ)ની એક બાજુ આવી જાય છે ત્યારે કુંડળીમાં કાલસર્પ યોગ બને છે. જે એક અશુભ યોગ ગણાય છે. જો કે પ્રાચીન ગ્રંથોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. પહેલા તેને નાગદોષ કે પિતૃદોષ તરીકે ગણવામાં આવતો હતો. પરંતુ આધુનિક જ્યોતિષમાં તેને જીવનમાં માનસિક તણાવ, બાધાઓ, અને અડચણો લાવનારો યોગ ગણવામાં આવે છે.
આ કાલ સર્પ યોગ કાળમાં ખાસ કરીને ચાર રાશિઓ વધુ પ્રભાવિત થશે. જેમણે માનસિક, આર્થિક અને કૌટુંબિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જાણો આ રાશિઓ વિશે...
મેષ રાશિ
મેષ રાશિ પર હાલ સાડાસાતી અને કેતુના પંચમ ભાવમાં ગોચર એક સાથે ચાલે છે. પરંપરાથી હટીને કઈક નવું કરવાની પ્રેરણા મળશે પરંતુ વિરોધ ઝેલવો પડી શકે છે. લવ લાઈફમાં તણાવ વધશે. જોખમવાળા કાર્યોથી બચીને રહેવું. ઘરથી દૂર શિક્ષણ કે કાર્યવશ જવું પડી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ અને હોસ્પિટલના ચક્કર કાપવા પડી શકે છે.
સિંહ રાશિ
કેતુ તમારી રાશિમાં અને રાહુની સીધી દ્રષ્ટિ તમારા પર છે. આ સાથે જ મંગળનું ગોચર પણ અહીં છે. જેનાથી ઉર્જા અસંતુલિત થઈ શકે છે. નોકરી અને વેપારમાં ધૈર્ય અને વિવેકથી નિર્ણય લો. આવેશમાં આવીને કોઈ નિર્ણય કરવો નહીં. વિવાદોથી બચવું. વીજળી અને ધારદાર વસ્તુઓથી સતર્ક રહેવું. ઈજાની આશંકા છે.
કુંભ રાશિ
સાડાસાતીનું અંતિમ ચરણ અને રાહુનું કુંભ રાશિમાં ગોચર છે. ગુરુએ કઈક સંતુલન બનાવેલું છે પરંતુ કાલસર્પ દોષનો પ્રભાવ માનસિક અસ્થિરતા લાવી શકે છે. ઉતાવળમાં ખોટા નિર્ણય લેવાની આશંકા છે. પ્રેમ સંબંધોમાં મનમોટાવ, સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાથી બચો અને ખાણીપીણીમાં સાવધાની રાખો.
મીન રાશિ
સાડાસાતીનું બીજું ચરણ અને રાહુ કેતુનો પ્રભાવ આર્થિક અને માનસિક પડકારો લાવી શકે છે. દ્વાદશ અને ષષ્ઠ ભાવમાં રાહુ કેતુનું ગોચર અચાનક નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યા પેદા કરી શકે છે. ખોટા નિર્ણયોથી આર્થિક નુકસાન થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ખર્ચો વધશે. કોઈ જૂની બીમારી ઉભરી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની જરૂરી છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos