વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભરઉનાળે આ જિલ્લામાં મેઘરાજા મચાવશે તાંડવ! હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગની અનુસાર, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે. 31 માર્ચથી 3 એપ્રિલ 2025 દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

1/7
image

હાલમાં રાજયમાં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 48 કલાક બાદ વાતાવરણમાં પલટો આવશે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, ગુજરાતમાં હજુ ઉનાળો જામ્યો પણ નથી, ત્યાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. 

2/7
image

બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જો કે, આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 

3/7
image

આગામી 2-3 એપ્રિલના ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં 39.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતો 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે 40 કિ.મીની ઝડપે ધુળની ડમરી,વીજળીના ચમકારા સાથે પવન ફૂંકાઈ શકે છે.

4/7
image

આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી થવાની સંભાવના નહિવત છે. ગત રાત્રિના 18.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારે ઠંડા પવનથી ઠંડીનો ચમકારો-બપોરે ગરમીથી મિશ્ર સિઝન અનુભવાઈ હતી. 

5/7
image

હાલમાં છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ભારે ગરમી તો વાતાવરણમાં ઠંડકનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. ઘણાં ખરા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. 

6/7
image

અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

7/7
image

5 એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર. ૩ એપ્રિલ: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદ પડી શકે છે.