સ્વિટ્ઝર્લૅન્ડને પણ ટક્કર આપે છે હિમાચલની આ જગ્યા! અહીંના ઘાસના મેદાનો અને પહાડો કરાવે છે સ્વર્ગની અનુભૂતિ
Shangarh Trip: પહાડોની સુંદરતા એટલી શાનદાર હોય છે કે શિયાળા કે ઉનાળા લોકો બેગ પેક કરીને અહીં પહોંચી જાય છે. હરિયાળી અને બરફથી ઢંકાયેલા ઊંચા પ્રહાડો, વહેતી નદીઓ અને છલકાતા તળાવો મનને એક અલગ જ પ્રકારની શાંતિ આપે છે.
હિમાચલ પ્રદેશ તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે, પરંતુ સામાન્ય રીતે લોકો મનાલી અને શિમલા જેવા સ્થળોની મુલાકાત લેતા હશે અથવા તેમના વિશે જાણતા હશે. તેથી જ પીક સીઝન દરમિયાન આ સ્થળોએ ખૂબ ભીડ હોય છે.
તો ચાલો જાણીએ હિમાચલ પ્રદેશના એક અદ્ભૂત હિડન પ્લેસ વિશે. જ્યાં તમે ફક્ત સુંદરતાનો જ અનુભવ નહીં કરો પણ અહીંની શાંતિ પણ તમારા મનને ઘેરી લેશે, કારણ કે અહીં પર ભીડ ખૂબ જ ઓછી હોય છે. તેથી તમે આ સ્થળને તમારી બકેટ લિસ્ટમાં ઉમેરી શકો છો અને તમારે ચોક્કસપણે આ સ્થળની એકવાર મુલાકાત લેવી જોઈએ.
હિમાચલ પ્રદેશનું શાંઘડ ગામ હાલમાં Gen Zની ફેવરેટ લિસ્ટમાં છે. આ સ્થળ કુલ્લુ જિલ્લાના સૈંજ ખીણમાં આવેલું છે, આ સ્થળ એટલું સુંદર છે કે, તમને ત્યાં સ્થાયી થવાનું મન થઈ જશે. અહીં બિલકુલ ભીડ નથી, છતાં પણ તમને અહીં રહેવાથી લઈને ભોજન સુધીની બધી સુવિધાઓ મળશે.
શાંઘડમાં દૂર-દૂર સુધી ફેલાયેલા સુંદર ઘાસના મેદાનો જોવા મળશે. જે ચારે બાજુ હરિયાળીથી ભરેલા પર્વતોથી ઘેરાયેલા છે. અહીંનો નજારો એટલો સુંદર છે કે તે તમારા હૃદયને ખુશ કરી દેશે. આ ઉપરાંત તમે અહીં મનુ ઋષિ મંદિર, શાંઘચુલ મહાદેવ મંદિર અને બારશનગઢ ધરણાની મુલાકાત લઈ શકો છો.
હિમાચલમાં શાંઘડને એક્સપ્લોર કરવા માંગો છો, તો તમે દિલ્હીથી રાત્રની ટ્રેન અથવા બસ પકડી શકો છો જે તમને સવાર સુધીમાં અહીં પહોંચાડી દેશે. અહીં સીધા આવવા માટે બસ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે, કારણ કે બસથી તમે ઓત (Aut)માં ઉતરી શકો છો અને ત્યાંથી તમે સીધા શાનગઢ પહોંચવા માટે ટેક્સી લઈ શકો છો.
Trending Photos