સૂર્ય ગ્રહણ 4 રાશિના જીવનમાં લાવશે સંકટ! સંકટના સમયમાં રહેવું પડશે સાવધાન, આ ભૂલ ન કરતા
Surya Grahan 2025 Effects on Rashi: વર્ષ 2025નું સૂર્ય ગ્રહણ જલ્દી લાગવાનું છે. આ સૂર્ય ગ્રહણ કેટલીક રાશિના જાતકો માટે ભયંકર સાબિત થઈ શકે છે.
Solar Eclipse Effects On Zodiac Sign: 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ લાગવાનું છે. આ કંકણાકૃતિ ગ્રહણ હશે, જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ લોકોના જીવનમાં સૂર્ય ગ્રહણની અસર જરૂર થશે. ખાસ કરી 4 રાશિના જાતકો ાટે ભારે નુકસાનનો યોગ છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો પર સૂર્ય ગ્રહણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખરાબ અસર કરી શકે છે. ઘરમાં લડાઈ, વિવાદ થઈ શકે છે. કોઈ સાથે વિવાદમાં ન પડો. 15 દિવસ સુધી સંયમ રાખવો પડશે.
કન્યા રાશિ
કન્યા રાશિમાં સૂર્ય ગ્રહણ લાગવાનું છે અને સૌથી વધુ અસર આ રાશિ પર થશે. તણાવ, બીમારી અને કામમાં સમસ્યા જેવા કારણો પરેશાન કરશે. ભ્રમની સ્થિતિ રહેશે, જેથી કોઈ નિર્ણય ન લેવો.
ધન રાશિ
ધન રાશિના જાતકોને સૂર્ય ગ્રહણ કષ્ટ આપી શકે છે. જે લોકોનો કેસ કે વિવાદ ચાલી રહ્યો છે, તે સંભાળીને રહે. મામલો બગડી શકે છે. કોઈ દસ્તાવેજ વાંચ્યા વગર સહી કરવી નહીં.
મીન રાશિ
મીન રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. અચાનક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ જશે. અસ્થિરતા રહેશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos