આખરે બની ગયો અત્યંત વિનાશકારી યોગ, આ 3 રાશિવાળા સતર્ક રહે, ભારે ધનહાનિના યોગ, વાહન ચલાવતા સાચવવું

વૈદિક જ્યોતિષ મુજબ હાલ શનિ મીન રાશિમાં છે અને મંગળ સિંહ રાશિમાં છે તથા કેતુ સાથે પણ યુતિ કરીને ખતરનાક યોગ બનાવી રહ્યા છે. આવામાં શનિ સાથે ષડાષ્ટક યોગ બનાવવો એ કેટલીક રાશિઓ માટે જોખમી બની શકે છે. 
 

1/4
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી પાવરફૂલ ગ્રહોમાંથી એક ગણવામાં આવે છે. કારણ કે તે એક રાશિમાં અઢી વર્ષ રહે છે અને સાડા સાતી અને ઢૈય્યાના હક તેમની પાસે છે. શનિ હાલ મીન રાશિમાં છે. જ્યાં રહીને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી પોતાની વિશેષ દ્રષ્ટિ નાખતા રહેશે. આવામાં 20 જૂનના રોજ સવારે 5.34 કલાકે શનિ મંગળ સાથે 150 ડિગ્રી પર થયા. આ કોણીય અવસ્થામાં તેમણે ષડાષ્ટક યોગનું નિર્માણ કર્યું. આ યોગ ખુબ ખતરનાક યોગમાંથી એક ગણાય છે. આવામાં કેટલીક રાશિના જાતકોનું જીવન સંકટમાં આવી શકે છે. 

મેષ રાશિ

2/4
image

મેષ રાશિવાળા માટે ષડાષ્ટક યોગ અનુકૂળ નહીં સાબિત થાય. આ રાશિમાં મંગળ પંચમ અને શનિ દ્વાદશ ભાવમાં બિરાજમાન છે. જ્યારે બીજી બાજુ મંગળની કેતુ સાથે યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોએ અનેક  પ્રકારનો માનસિક તણાવ ભોગવવો પડી શકે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર જોવા મળી શકે. પરિવારના સભ્યો સાથે અણબનાવ થઈ શકે. વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવી જરૂરી છે. કારણ કે દુર્ઘટના યોગ બની રહ્યા છે. નોકરી અને બિઝનેસમાં સતર્ક રહેવું. સહકર્મીઓ અને સીનિયર્સ સાથે વિવાદથી બચવું. 

કર્ક રાશિ

3/4
image

કર્ક રાશિવાળા માટે પણ શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ અનેક સમસ્યાઓ લાવી શકે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ ઉપર રાહુ અને કેતુનો પ્રભાવ હોવાના કારણે આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. કૌટુંબિક સમસ્યાઓ આવી શકે છે. સ્વાસ્થ્ય અંગે સતર્ક રહેવું જરૂરી છે. માતા પિતા પર ખરાબ  અસર પડી શકે છે. કોઈ રોકાણ કરતા પહેલા હજારવાર વિચારવું. કારણ કે ધન હાનિના યોગ છે. કરજ વધી શકે છે. વીજળી સંબંધિત કામ કરતા લોકોએ સાવધાની વર્તવી. 

મીન રાશિ

4/4
image

મીન રાશિના  લગ્ન ભાવમાં શનિ અને છઠ્ઠા  ભાવમાં મંગળ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને માનસિક, શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેકારની પરેશાનીથી તણાવમાં આવી શકો છો. નાના નાના કામમાં અડચણો આવી શકે છે. બેકારના ખર્ચા વધશે. આવામાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. ખાણીપીણી અને લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખો. વાહન  ચલાવતી વખતે સાવધાન રહો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)