શનિ-મંગળ-રાહુનો અત્યંત વિનાશકારી સંયોગ બન્યો, આ 4 રાશિવાળા માટે 1 મહિનો ખુબ ભારે, જીવન રમણભમણ થાય તેવા યોગ

જ્યારે જ્યારે બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ અસાન્ય હોય છે ત્યારે તેની અસર ફક્ત આકાશ સુધી સીમિત નથી રહેતી પરંતુ ધરતી ઉપર પણ તેની અસર જોવા મળતી હોય છે. 

1/7
image

જ્યોતિષ મુજબ કેટલાક ગ્રહોની વિશેષ યુતિઓ સમયાંતરે ઘટનાઓ, પડકારોનું કારણ બને છે. 28 જુલાઈ 2025 બાદ એક એવો જ દુર્લભ સંયોગ બન્યો છે. આ દિવસે મંગળે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો. જ્યારે રાહુ પહેલેથી કુંભમાં સ્થિત છે. આવામાં બંને ગ્રહો વચ્ચે ષડાષ્ટક યોગ બની રહ્યો છે. આ યોગ સામાન્ય રીતે તો અશુભ ગણાય છે. પરંતુ ક્યારેક ક્યારેક ગ્રહોના સંયોગ મુજબ ફાયદો પણ કરાવતો હોય છે. આ સમયે શનિ પણ વક્રી અવસ્થામાં રહેશે. જેનાથી આ ગ્રહોનો સંયુક્ત પ્રભાવ વધુ ઊંડો જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ આ સંયોગ અનેક રીતે અશુભ ગણાઈ રહ્યો છે. આવો જ યોગ એપ્રિલ 2025માં પણ બન્યો હતો.   

ક્યારે બને છે ષડાષ્ટક યોગ

2/7
image

જ્યારે બે ગ્રહો એક બીજાથી છઠ્ઠા કે આઠમાં ભાવમાં હોય છે ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ યોગ ફરીથી બન્યો છે. જેનાથી 4 રાશિઓ પર જોખમ છે. 28 જુલાઈથી 13 સપ્ટેમ્બર 2025 સુધી આ યોગ બની રહ્યો છે. આ સમયગાળામાં સતર્કતા અને સંયમની સલાહ આપવામાંઆવી રહી છે. ખાસ કરીને 4 રાશિવાળાએ સાવધાન રહેવું પડશે. 

મિથુન રાશિ

3/7
image

મિથુન રાશિવાળા વિવાદથી દૂર રહે. કારણ વગર વિવાદ મોટી મુશ્કેલી સર્જી શકે છે. અચાનક ધનહાનિ કે માનસિક તણાવ થઈ શકે છે. 

તુલા રાશિ

4/7
image

તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. ખર્ચામાં વધારો થશે. ધનધાન્યમાં કમી આવવાથી બેંક બેલેન્સ લથડી શકે છે. ઘર પરિવારમાં લોકો વચ્ચે અણબનાવ થઈ શકે છે. 

ધનુ રાશિ

5/7
image

ધનુ રાશિના જાતકોને કાર્યસ્થળે સમસ્યા આવી શકે છે. બોસ કે સાથીઓ સાથે વિવાદ શક્ય છે. કામકાજમાં વિશેષ સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવે છે. 

મીન રાશિ

6/7
image

મીન રાશિના જાતકોને સંબંધોમા ખટાશ આવી શકે છે. પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. વ્યવસાયિક અને ખાનગી જીવનમાં સમસ્યાઓ જોવા મળી શકે છે. કામકાજમાં સતર્કતા વર્તવી જરૂરી છે. 

Disclaimer:

7/7
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.