પિતા-પુત્ર વચ્ચે શત્રુતાનો ભાવ, પણ આવનારા 15 દિવસ આ 4 રાશિવાળાને કરાવશે બંપર ધનલાભ! અટકેલા કામો પાર પડશે

શનિએ 29 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કર્યું અને આ રાશિમાં આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થયું. સૂર્ય પણ હાલ મીન રાશિમાં છે અને 14 એપ્રિલના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરશે. 

1/5
image

વૈદિક પંચાંગ મુજબ નવગ્રહ નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે અને તેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. આવામાં નવગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ અને કર્મફળના દાતા ગણાતા શનિએ અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કર્યું છે. શનિને એક રાશિ ચક્ર પૂરું કરવામાં 30 વર્ષ લાગે છે. શનિ 29 માર્ચના રોજ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો. જ્યારે સૂર્ય હાલ કુંભમાં જ છે. વૈદિક જ્યોતિષમાં શનિ અને સૂર્યને પિતા પૂત્રની સંજ્ઞા આપવામાં આવી છે. પરંતુ બંને એક બીજાથી શત્રુતાનો ભાવ ધરાવે છે. શનિ પ્રશાસન, જવાબદારી અને પડકારોનો સામનો કરી દ્રઢ રહેવાની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં સૂર્ય આત્મા, પિતા, માન સન્માન વગેરેના કારક મનાય છે. પિતા પુત્ર હોવા થતાં શત્રુતાનો ભાવ ધરાવતા આ બંને ગ્રહોની યુતિ કોને ફાયદો કરાવશે તે પણ જાણો. 

વૃષભ રાશિ

2/5
image

સૂર્ય શનિની યુતિથી વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. બિઝનેસ ઊંચાઈઓ પર પહોંચશે. મેરેજ લાઈફમાં ખુશહાલી રહેશે. પરિવાર સાથે સારો સમય વીતાવશો. નવમાં અને દસમા ભાવના સ્વામી થઈને શનિ અગિયારમાં ભાવમાં થઈ પ્રવેશ્યા છે. આવામાં આ રાશિના જાતકોને કરિયરમાં ખુબ પ્રગતિની સાથે અપાર ધનલાભ થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. નવા મિત્રો બનશે. અનેક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. અનુશાસનમાં રહેવાથી સારો એવો લાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડશે. 

મિથુન રાશિ

3/5
image

મિથુન રાશિવાળા માટે આ સમય દરમિયાન નવા કામ શરૂ કરવા માટે સારો સમય રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે સારો તાલમેળ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વ્યવસાયમાં ઉન્નતિના યોગ રહેશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે સમય ભાગ્યશાળી છે.   

તુલા રાશિ

4/5
image

તુલા રાશિવાળાના સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ દરમિયાન મુસાફરીના યોગ બનશે. કાર્યક્ષત્રથી સારો સહયોગ મળશે. આર્થિક મોરચે પણ ઉન્નતિ થશે. 

વૃશ્ચિક રાશિ

5/5
image

વૃશ્ચિક રાશિવાળા માટે પણ આ ગોચર અનેક મામલે લાભદાયક રહેશે. તમને સફળતાઓ મળવાની શરૂ થઈ જશે. સમાજમાં માન સન્માન વધશે. આર્થિક પ્રગતિ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)