ગણતરીના કલાકોમાં આ જાતકોના સિતારા ચમકશે, શનિની ઉલ્ટી ચાલથી 139 દિવસ રાજા જેવું મળશે સુખ

Shani Vakri: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ 30 વર્ષ બાદ ઉલ્ટી ચાલ ચાલવાના છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે.
 

શનિની વક્રી ચાલ

1/5
image

વૈદિક જ્યોતિષમાં શનિ દેવને કર્મફળદાતા અને ન્યાયાધીશ માનવામાં આવે છે. એટલે કે શનિ જાતકોને કર્મ અનુસાર ફળ આપે છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ અત્યારે મીન રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને ગણતરીની કલાકોમાં વક્રી થશે. એટલે કે તેઓ ઉલ્ટી ચાલમાં સંચરણ કરશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોને કરિયર અને કારોબારમાં લાભ થશે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

મકર રાશિ

2/5
image

શનિ દેવની ઉલ્ટી ચાલ મકર રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. કારણ કે શનિ દેવ તમારી રાશિના સ્વામી છે. સાથે તમારી રાશિથી ત્રીજા સ્થાન પર વક્રી થઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમમાં વધારો થશે. સાથે શત્રુઓ પર તમે વિજય મેળવશો. આ સમયે તમારી આવક વધી શકે છે. આ દરમિયાન વિદેશી સ્ત્રોતથી આવકની તક મળી શકે છે અને રિસર્ચ, તકનીકી કે રચનાત્મક ક્ષેત્રમાં કાર્યરત લોકોને સફળતા મળશે. આ દરમિયાન તમને જૂના રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે. સામાજિક અને વ્યાવસાયિક નેટવર્ક મજબૂત થશે, કારણ કે મિત્રો અને સહયોગીઓનો સહયોગ મળશે.

મિથુન રાશિ

3/5
image

તમારા લોકો માટે શનિ દેવની વક્રી ચાલ લાભદાયક રહેશે. કારમ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર વક્રી થવાના છે. તેથી આ દરમિયાન તમને કામ-ધંધામાં સફળતા મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નવી જોબ મળશે. આ દરમિયાન વેપારીઓને ધનલાભ અને વેપારનો વિસ્તાર કરવાની તક મળશે. સામાજિક જીવનમાં માન-સન્માન વધશે અને તમારી નેતૃત્વ ક્ષમતા વધશે, જેનાથી લોકો તમારા નિર્ણયનું સન્માન કરશે.  

વૃશ્ચિક રાશિ

4/5
image

શનિ વક્રી થઈને આ રાશિના પાંચમાં ભાવમાં રહેશે. ત્રીજા તથા ચોથા ભાવના સ્વામી હોવાને કારણે શનિ કેન્દ્ર-ત્રિકોણ રાજયોગ પણ બનાવી રહ્યાં છે. મહત્વનું છે કે પાંચમો ભાવ શિક્ષણ, સંતાન, પ્રેમ સંબંધ અને રચનાત્મકતાનો ભાવ છે. તેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું ફળ મળશે. લગ્ન કરવા ઈચ્છુક લોકો માટે અનુકૂળ સમય છે. લગ્ન નક્કી થઈ શકે છે. સ્વયંનો વેપાર છે તો તમે ખૂબ વ્યસ્ત રહેશો. પરંતુ ઘર-પરિવાર માટે સમય જરૂર કાઢો. શનિની દ્રષ્ટિ અગિયારમાં ભાવ પર રહેશે તેથી સોશિયલ નેટવર્કથી લાભ થશે. કોઈ જૂની ઈચ્છા, ખાસ કરી જમીન, ભવન સાથે જોડાયેલી પૂર્ણ થઈ શકે છે. આ સિવાય નિર્માણ, વાહન ખરીદવા કે કોઈ મોટા રોકાણનો યોગ બની  શકે છે. જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે કર્મના આધારે ફળ મળે છે, પરંતુ તે ફળ મેળવવા માટે સામાન્યથી વધુ પરિશ્રમ કરવો જરૂરી છે.

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.