2027 સુધી આ 5 રાશિઓ ધનમાં આળોટશે, શનિદેવ ખોબલે ખોબલે ધનલાભ કરાવશે! રાજા-મહારાજા જેવું જીવશો

હાલ શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. 2027 સુધી શનિદેવ મીન રાશિમાં રહેશે. મીન રાશિમાં રહીને શનિદેવ 5 રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/7
image

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહે છે. શનિદેવ તમામ ગ્રહોમાં ધીમી ચાલ ચલે છે. શનિદેવ અઢી વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. હાલ શનિદેવ મીન રાશિમાં ગોચર કરે છે. 2027 સુધી શનિદેવ મીન રાશિમાં જ રહેશે. મીન રાશિમાં શનિદેવ 5 રાશિઓ પર  ખાસ કૃપા વરસાવશે. શનિદેવના શુભ હોવાથી વ્યક્તિનું જીવન રાજા જેવું રહે છે. શનિદેવ રંકને પણ રાજા બનાવી શકે છે. જાણો કઈ કઈ રાશિઓ પર રહેશે 2027 સુધી શનિદેવની કૃપા...

વૃષભ રાશિ

2/7
image

શનિદેવે વૃષભ રાશિના એકાદશ ભાવમાં ગોચર કરેલું છે. 2027 સુધી શનિદેવ આ ભાવમાં રહેશે. આ દરમિયાન આવકમાં વધારો થશે. નોકરી અને વેપારમાં લાભના યોગ રહેશે. મિત્રોનો સહયોગ મળશે. આ સમય દરમિયાન રોકાણ કરવાથી લાભ થશે. મોટી યોજનાઓમાં સફળતા મળવાના યોગ છે. 

કર્ક રાશિ

3/7
image

શનિદેવે કર્ક રાશિના નવમ ભાવમાં ગોચર કર્યું છે. 2027 સુધી શનિદેવ આ ભાવમાં રહેશે. તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આ દરમિયાન વિદેશ પ્રવાસના યોગ છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મળશે. ધર્મ કર્મમાં ભાગ લેશો. આ દરમિયાન બગડેલા કામો પાર પડશે. માતા પિતા સાથે સંબંધ મધુર થશે. 

તુલા રાશિ

4/7
image

શનિદેવે તુલા રાશિના ષષ્ઠ ભાવમાં ગોચર કર્યું છે. 2027 સુધી શનિદેવ આ ભાવમાં રહેશે. આર્થિક લાભ થશે. કરજમાંથી મુક્તિ મળશે. આ દરમિયાન રોકાણ કરવાથી તમને લાભ થશે. નોકરી વેપારમાં સ્થિરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. શત્રુઓ પર વિજય મેળવશો. 

વૃશ્ચિક રાશિ

5/7
image

શનિદેવે વૃશ્ચિક રાશિના પંચમ ભાવમાં ગોચર કર્યું છે. 2027 સુધી શનિદેવ આ ભાવમાં રહેશે. આ દરમિયાન વિવાહના યોગ બની શકે છે. પ્રેમ જીવન સારું રહેશે. સંતાન સુખ મળી શકે છે. ધર્મ કર્મમાં ભાગ લેશો. રોકાણ કરવાથી લાભ થશે. 

મકર રાશિ

6/7
image

શનિદેવ મકર રાશિના તૃતિય ભાવમાં ગોચર કરેલું છે. 2027 સુધી શનિદેવ આ ભાવમાં રહેશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ચરમ પર રહેશે. માન સન્માન વધશે. પરિવારનો સહયોગ મળશે. નવું કામ શરૂ કરી શકો છો. મુસાફરીથી લાભ થશે. 

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.