પ્રીમિયમ કાર... કરોડોની કુલ સંપત્તિ, શુભમન ગિલ 25 વર્ષની ઉંમરે આટલી બધી સંપત્તિનો માલિક, દર વર્ષે કરોડોની કમાણી કરે છે

ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડના પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ગિલે વિરાટ કોહલી અને રોહિતની ગેરહાજરીમાં ટીમને સંભાળી અને બેટથી ધમાલ મચાવી હતી.
 

શુભમન ગિલની કમાણી

1/5
image

 

બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં શુભમન ગિલ ગ્રેડ-એમા સામેલ છે. બીસીસીઆઈ તરફથી ગ્રેડ-એ ખેલાડીઓને વર્ષે 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ સિવાય દરેક મેચ રમવા માટે અલગથી મેચ ફી આપવામાં આવે છે.

गिल की प्रति मैच के हिसाब से फीस

2/5
image

ગિલને એક ટેસ્ટ મેચ રમવા પર 15 લાખ રૂપિયા મળે છે. આ સિવાય વનડે મેચ માટે 6 લાખ અને ટી20 માટે 3 લાખ રૂપિયા પ્રતિ મેચ મળે છે.

 

 

IPL થી ગિલની કમાણી

3/5
image

ગિલે 2018 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2018 થી 2021 સુધી ગિલને દર વર્ષે 1.8 કરોડ રૂપિયા મળતા રહ્યા. પછી 2022 માં, ગિલ ગુજરાત ટાઇટન્સમાં જોડાયો અને તેને દર સીઝનમાં 8 કરોડ રૂપિયા મળતા હતા. શુભમન ગિલને 2025 માં ગુજરાત ટાઇટન્સ દ્વારા 16.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને તેમની ટીમનો કેપ્ટન બનાવ્યો.

 

શુભમન ગિલની નેટવર્થ

4/5
image

 મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની નેટવર્થ 32-34 કરોડની આસપાસ છે. ગિલની કમાણી બીસીસીઆઈ તરફથી મળતો પગાર, આઈપીએલનો પગાર અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે. 

ગિલનું કાર કલેક્શન

5/5
image

 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગિલની પાસે Range Rover Suv છે, તેની માર્કેટ કિંમત આશરે 90 લાખ રૂપિયા છે. ગિલની પાસે Mercedes Benz E350 જેની કિંમત પણ 90 લાખ આસપાસ છે. આ સિવાય તેની પાસે મહિન્દ્રા થાર છે, જે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ગિફ્ટમાં આપી હતી.