84 વર્ષ બાદ શુક્ર બનાવશે શક્તિશાળી રાજયોગ, આ રાશિઓને સિતારા ચમકશે, નવી નોકરી સાથે વધશે બેંક બેલેન્સ
Dwidwadash Rajyog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને અરૂણ 1 ઓગસ્ટે એકબીજાથી 30 ડિગ્રી પર હશે, જેનાથી દ્વિદ્વાદશ યોગનું નિર્મામ થઈ રહ્યું છે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
દ્વિદ્વાદશ રાજયોગ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રોમાં દૈત્યોના ગુરૂ શુક્રને શક્તિશાળી ગ્રહમાંથી એક માનવામાં આવે છે, જે આશરે 26 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પાડે છે, જેનાથી ઘણા શુભ યોગનું નિર્માણ થાય છે. મહત્વનું છે કે શુક્ર આ સમયે બુધની રાશિ મિથુનમાં બિરાજમાન છે. જ્યાં પહેલાથી ગુરૂ બૃહસ્પતિ છે. તેવામાં બંને ગ્રહોની યુતિથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થયું છે. તો 1 ઓગસ્ટે શુક્ર શુભ યોગનું નિર્માણ કરશે, જેનાથી જાતકોને બમ્પર લાભ મળી શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
વૈદિક જ્યોતિષ અનુસાર 1 ઓગસ્ટે સવારે 4 કલાક 30 મિનિટ પર શુક્ર-અરૂણ બંને ગ્રહ એકબીજાથી 30 ડિગ્રી પર હશે, જેનાથી દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમયે શુક્ર મિથુન રાશિ અને અરૂણ વૃષભ રાશિમાં બિરાજમાન છે. અરૂણ એક રાશિમાં આશરે સાત વર્ષ રહે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવવા 84 વર્ષ જેટલો સમય લાગે છે.
મિથુન રાશિ
આ રાશિના જાતકો માટે શુક્ર-અરૂણનો દ્વિદ્વાદશ યોગ લાભદાયી સાબિત થશે. આ રાશિના લગ્ન ભાવમાં શુક્ર અને બારમાં ભાવમાં અરૂણ બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોની રચનાત્મકતામાં વધારો થઈ શકે છે. તમારા કરિયર પર તેની સારી અસર પડી શકે છે. નોકરી કરનાર જાતકોને પગાર વધારો, બોનસનો લાભ મળી શકે છે. આ સાથે નવી નોકરી શોધી રહ્યાં છો તો તે ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. લગ્ન જીવન સારૂ રહેશે. પાર્ટનર સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે.
તુલા રાશિ
શુક્ર-અરૂણનો દ્વિદ્વાદશ યોગ આ રાશિ માટે ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક અસર કરશે. આ રાશિના નવમાં ભાવમાં શુક્ર બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. ધર્મ-કર્મના કામમાં તમે ભાગ લેશો. સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. કામના સિલસિલામાં લાંબી યાત્રાઓ કરવી પડી શકે છે. તેનાથી તમને લાભ પણ મળશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે શુક્ર-અરૂણનો દ્વિદ્વાદશ યોગ ઘણા ક્ષેત્રોમાં સફળતા અપાવી શકે છે. આ રાશિના જાતકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. લગ્ન જીવનમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પાર્ટનર સાથે તમારો સંબંધ મજબૂત થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. પાર્ટનરશિપમાં કરવામાં આવતા વેપારમાં સારો લાભ થશે. આવકમાં વધારો થઈ શકે છે. આ સાથે સંતાન તરફથી કોઈ ખુશખબર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને પરીક્ષામાં સફળતા મળી શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos