શુક્ર-યમે બનાવ્યો અત્યંત વિનાશકારી યોગ, પરંતુ 3 રાશિવાળાનું તો ભાગ્ય પલટી જશે! જબ્બર આકસ્મિક ધનલાભના યોગ
દૈત્યોના દેવ શુક્રએ આજે યમની સાથે સંયોગ કરીને ષડાષ્ટક યોગ બનાવ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોને નોકરી, બિઝનેસમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે તેવા યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે. ષડાષ્ટક યોગ ખતરનાક ગણાય છે. સામાન્ય રીતે આ યોગના શુભ પ્રભાવ જોવા મળતા નથી. આ યોગ અશુભ હોય છે પરંતુ દર વખતે નકારાત્મક હોય તેવું નથી. અનેક મામલે ગ્રહના શુભ પ્રભાવ પણ જોવા મળતા હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવ ગ્રહોમાં શુક્ર શક્તિશાળી ગ્રહોમાંથી એક ગણાય છે. જે એક રાશિમાં લગભગ 26 દિવસ સુધી રહે છે. આવામાં શુક્ર પણ કોઈને કોઈ ગ્રહ સાથે સંયોગ કે યુતિ કરે છે જેનાથી શુભ અશુભ યોગ બનતા હોય છે. હાલ શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન છે. આજે યમ સાથે સંયોગ કરીને ષડાષ્ટક યોગ બનાવ્યો છે. આવામાં કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ 2 ઓગસ્ટના રોજ સવારે 3.57 કલાકે શુક્ર અને યમ એકબીજાથી 150 ડિગ્રી પર આવ્યા જેનાથી ષડાષ્ટક યોગ બન્યો. આવામાં કેટલાક લોકોને લાભ મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના બીજા ભાવમાં શુક્ર અને નવમાં ભાવમાં યમ બિરાજમાન છે. આવામાં ષડાષ્ટક યોગ આ રાશિના જાતકોને ખુબ ફાયદો કરાવે તેવા યોગ બની રહ્યા છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. ઝડપથી ધન સંપત્તિ વધી શકે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. ઘર પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. અનેક મામલાઓમાં અચાનક ફાયદો થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિમાં શુક્ર દશમ અને યમ પાંચમા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખુબ લાભકારી રહી શકે છે. તમને અનેક ક્ષેત્રોમાં સારા પરિણામો મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. જેનાથી તમે અનેક ક્ષેત્રોમાં સફળ થઈ શકો છો. તમારી આર્થિક સ્થિતિ ખુબ સારી રહેશે. સંતાનો તરફથી અનેક ખુશખબર મળી શકે છે. રચનાત્મકતાનો વધારો થઈ શકે છે. આકરી મહેનતનું ફળ મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે જેના લાભ થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે પણ શુક્ર-યમનો ષડાષ્ટક યોગ લકી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. માતાપિતા, ગુરુનો પૂરો સહયોગ મળી શકે છે. જેનાથી લક્ષ્ય પ્રાપ્તિમાં સફળ થઈ શકે છે. વાહન, ઘર, વગેરે ખરીદીવાનું સપનું પૂરું થઈ શકે છે. અનેક ધાર્મિક યાત્રાઓ કરી શકે છે. શાસન-પ્રશાસનના મામલાઓમાં પણ લાભ થઈ શકે છે. ઘર પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. તમારા પોતાના પ્રતિસ્પર્ધીઓને આકરી ટક્કર આપતા જોવા મળશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos