ચા-સમોસાના રૂપિયાથી SIPમાં કરો રોકાણ! આ સિક્રેટ ટ્રિકથી બની જશો કરોડપતિ, શું છે નાના પેકેટનો મોટો ધમાકો?

SIP Money Making Idea: આજના સમયમાં એક નાની બચત પણ તમારા ભવિષ્ય માટે મોટું ફંડ બનાવી શકે છે. જો તમે દરરોજ ચા અને સમોસાના રૂપિયા બચાવીને દર મહિને માત્ર 1500 રૂપિયાની SIP શરૂ કરો છો, તો આ રકમ વર્ષોમાં લાખોમાં ફેરવાઈ શકે છે. યોગ્ય સમયે યોગ્ય રોકાણ એ જ વાસ્તવિક રૂપિયા કમાવવાની ટ્રિક છે.

SIP છે સૌથી બેસ્ટ રોકાણ ઓપ્શન

1/6
image

જો તમે ઝડપથી વધી રહેલી મોંઘવારી વચ્ચે તમારા સપના પૂરા કરવા માંગો છો, તો આજથી જ બચત અને રોકાણ કરવાની આદત કેળવવી જરૂરી છે. બાળકોનું શિક્ષણ, ઘર ખરીદવું કે નિવૃત્તિનું આયોજન કરવું, આ બધું શક્ય છે જો તમે SIP જેવો સરળ અને સલામત વિકલ્પ અપનાવો. ઘણીવાર ઓછા પગારવાળા લોકો ઓછા રૂપિયાથી SIP કેવી રીતે શરૂ કરવી તેની ચિંતા કરતા હોય છે, જ્યારે સત્ય એ છે કે ચા અને સમોસાના રૂપિયાથી પણ SIP શરૂ કરીને કરોડપતિ બની શકાય છે.

કમ્પાઉન્ડિંગનો જોવા મળશે જાદુ

2/6
image

SIPમાં દરરોજ 20-50 રૂપિયા જેવી નાની રકમનું રોકાણ કરીને વ્યક્તિ ધનવાન બની શકે છે. હકીકતમાં સમયની સાથે compoundingનો જાદુ તમારી નાની બચતને મોટા ફંડમાં ફેરવે છે, જે તમારા મોટા સપનાઓને સાકાર કરી શકે છે. SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક એવી રીત છે, જેમાં તમે નાની રકમમાંથી પણ મોટું ફંડ બનાવી શકો છો. લાંબા સમય સુધી સતત SIP કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજની અસર જોવા મળે છે અને તમારી નાની બચત પણ મોટા ફંડમાં ફેરવાઈ શકે છે.

કેટલા રૂપિયા કરવી જોઈએ બચત?

3/6
image

જો તમે દરરોજ ફક્ત 50 રૂપિયા બચાવો છો, તો તેનો અર્થ એ કે તમે SIPમાં દર મહિને 1500 રૂપિયાનું રોકાણ કરો છો. આવી સ્થિતિમાં દરરોજ 50 રૂપિયા બચાવવાથી 'પાવર ઓફ કમ્પાઉન્ડિંગ' દ્વારા લાંબા ગાળે તમારા રૂપિયા અનેક ગણા વધી શકે છે. આમાં ફક્ત તમારી મૂળ રકમ પર જ નહીં, પરંતુ તેના પર મળતા વ્યાજ પર પણ વ્યાજ ઉમેરવામાં આવે છે. આ જ કારણ છે કે, 1500 રૂપિયાની SIP કરોડપતિ બનવા માટે બેસ્ટ વિકલ્પ છે.

દરરોજ 50 રૂપિયા બચાવવાનો ફાયદો

4/6
image

જો તમે દર મહિને 1500 રૂપિયાની SIP કરો છો અને સરેરાશ વાર્ષિક 12% રિટર્ન મેળવો છો, તો 25 વર્ષમાં તમારું રોકાણ 4.5 લાખ થશે અને મેચ્યોરિટી ફંડ 25.5 લાખ રૂપિયા થશે. આ 25 લાખ રૂપિયા 12 ટકાના દરે છે. બીજી તરફ આ જ રિટર્ન જો તમને વાર્ષિક 15 ટકાના દરે મળે છે, તો 25 વર્ષમાં ફંડ વધુ મજબૂત બની શકે છે. 15 ટકાના રિટર્ન મુજબ રોકાણ રકમ 4.5 લાખ હશે જેમાં વેલ્થ ગેન 36.8 લાખ રૂપિયા થશે અને કુલ ફંડ 41.3 લાખ રૂપિયા થશે. એટલે કે, તે સ્પષ્ટ છે કે તમે દરરોજ 50 રૂપિયા બચાવીને 25 વર્ષમાં સરળતાથી કરોડપતિ બની શકો છો.

દૈનિક ખર્ચાઓ પર કંટ્રોલ કરવાની છે જરૂર

5/6
image

આનો અર્થ એ છે કે જો તમે હાલમાં 25 વર્ષના છો, તો 1500 રૂપિયાની એક નાની SIP જે તમે તમારા દૈનિક ખર્ચાઓ પર કંટ્રોલ કરીને શરૂ કરી શકો છો તે તમને 50 વર્ષની ઉંમર સુધીમાં ધનવાન બનાવી શકે છે. હકીકતમાં SIP અપનાવીને તમે ફક્ત તમારા નાણાકીય લક્ષ્યો સમયસર પ્રાપ્ત કરી શકશો નહીં, પરંતુ એક મજબૂત નાણાકીય ભંડોળ પણ બનાવી શકશો. 

6/6
image

(Disclaimer: આ લેખ ફક્ત માહિતી માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણ સલાહ તરીકે ન ગણવો જોઈએ, રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરવામાં આવે છે)