Headache Remedies: માથું દુખતું હોય ત્યારે સુંઘો આ 5 માંથી કોઈ 1 છોડના પાન, સુગંધથી દુખાવામાં થશે રાહત
Get Rid of Headache without Medicine: માથાનો દુખાવો થવાના કારણો અલગ અલગ હોય છે. ઘણા લોકોને માઈગ્રેનના કારણે પણ માથું દુખે છે. માથામાં દુખાવો કોઈપણ કારણસર થતો હોય તેનાથી રાહત 5 લીલા પાન આપી શકે છે. આ 5 પાનની સુગંધ માથાના દુખાવાથી રાહત આપી શકે છે.
ફુદીનો
ફુદીનામાં મેન્થોલ હોય છે જે નેચરલ પેન કિલર છે. તે મસલ્સને આરામ આપે છે અને તેની સુગંધ નાસિકા દ્વાર ખોલવામાં મદદ કરે છે. ફુદીનાના પાન તોડી તેની સુગંધ લેવાથી આરામ થાય છે. માથામાં મિંટ ઓઈલ લગાડવાથી પણ લાભ થઈ શકે છે.
તુલસીના પાન
તુલસીના પાન પણ માથાના દુખાવામાં રાહત કરી શકે છે. તુલસીના પાન તોડી તેને સાફ કરી તેમાંથી ધૂળ સાફ કરી લેવી. ત્યારબાદ તેને હાથથી થોડા મસળી લો અને પછી ધીરેધીરે તેની સુગંધ લો. જો શરદીના કારણે માથું દુખતું હોય તો તુલસીના પાનને ગરમ પાણીમાં નાખી તેનાથી નાશ લેવાનું રાખો.
લીંબુના પાન
જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય તેમણે લીંબુના ઝાડના પાન તોડી તેને સુંઘવા જોઈએ. તેના માટે લીંબુના થોડા પાન લઈ હાથમાં મસળો. હાથમાંથી જે સ્મેલ આવે તેને સુંઘવાનું રાખો.
જેસ્મીન
જેસ્મીનના પાન અને ફુલની સુગંધ પણ માથાનો દુખાવો દુર કરવામાં હેલ્પફુલ સાબિત થઈ શકે છે.
લેમનગ્રાસ
માથાના દુખાવાથી રાહત મેળવવા માટે લેમન ગ્રાસ પણ ઉપયોગી છે. તેની સુગંઘ ફ્રેશનેસનો અનુભવ કરાવે છે. તેનાથી માથાના દુખાવામાં શાંતિ મળે છે.
Trending Photos