Vastu Tips: રસોડામાં વારંવાર 3 વસ્તુઓ ઢોળાવી અશુભ, આ પીળી વસ્તુ ઢોળાય તો થાય લાભ, જાણો શુભ-અશુભ સંકેતો વિશે

Kitchen Vastu Tips: રસોડામાં કામ કરતી વખતે ઘણીવાર હાથમાંથી કોઈ વસ્તુ પડી જતી હોય છે. રસોડામાં ક્યારેક કોઈ વસ્તુ ઢોળાઈ જાય તો તે સામાન્ય છે પરંતુ 4 વસ્તુઓ એવી છે જે વારંવાર ઢોળાઈ જતી હોય તો તે વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશુભ સંકેત હોય શકે છે.
 

દૂધ

1/5
image

રસોડામાં દૂધ ગરમ કરતી વખતે ઉભરાઈ જાય છે. ઘણીવાર હાથમાંથી દૂધનું વાસણ પડી જાય છે અને દૂધ ઢોળાઈ જાય. આ બંને સ્થિતિ અપશુકન ગણાય છે. દૂધ ચંદ્ર અને શુક્રને દર્શાવે છે. વારંવાર દૂધ ઢોળાવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.  

મીઠું

2/5
image

હાથમાંથી મીઠું ઢોળાય તે પણ અશુભ ગણાય છે. મીઠું પણ સફેદ હોય છે અને તે ચંદ્ર અને શુક્ર સંબંધિત હોય છે. વારંવાર મીઠું ઢોળાવું આવનાર સંકટનો સંકેત હોય શકે છે.   

તેલ

3/5
image

રસોડામાં તેલ ઢોળાવું જીવનમાં આવનાર મુસીબતો તરફનો ઈશારો હોય શકે છે. તેલ ઢોળાવું શનિ સંબંધિત દોષ દર્શાવે છે. તેલ ઢોળાવું અશુભ ગણાય છે.  

હળદર

4/5
image

રસોડામાં હળદર ઢોળાવી શુભ ગણાય છે. હળદર ઢોળાવાનો અર્થ થાય છે કે ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે. હળદરનું ઢોળાવું સંતાન સુખ તરફ ઈશારો કરે છે.  

5/5
image