સુરતની મોડલ અંજલિ વરમોરાના આપઘાતનો ભેદ ઉકેલાયો! જાણો રંગીન જિંદગીથી કેમ આણ્યો અંત!
Anjali Varmora Death news: સુરત શહેરમાંથી મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી યુવતીના આત્મહત્યા કેસમાં મોટી સફળતા મળી છે. સુરતની મોડેલ અંજલિ વરમોરા આત્મહત્યા કેસમાં મંગેતર સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. લગ્નના વાયદા આપનાર મંગેતરથી કંટાળી મોડેલે આત્મહત્યા કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. મંગેતર ચિંતનને કડક સજા થાય તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે.
સુરતના નવસારી બજાર, કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતમાં મોડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી ઉભરી રહેલી અંજલી વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંજલી વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં બોયફ્રેન્ડ સાથે મનદુઃખ થવાના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી બે રીલના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન હતું. આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયુ હતું. જોકે, આજે 26 દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. ગત 7 જૂનના રોજ મોડેલ અંજલિ વરમોરાના આત્મહત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. અઠવાલાઇન્સ પોલીસે અંજલિના મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંજલી ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ ચિંતન અંજલીને લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરતો હતો. સાથે જાતિ વિષયકનો ભેદભાવનું કારણ દર્શાવી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કહ્યા કરતો હતો. જેને લઇ ડિપ્રેશનમાં આવી અંજલીએ આખરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર હાલ પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે. ચિંતન અગ્રાવતના કારણે જ અંજલીએ આપઘાત કર્યો હોવાથી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ પોલીસ પાસે કરી રહ્યા છીએ.
સમગ્ર કેસની કરી રહી છે તપાસ
મોડેલ અંજલી વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પહેલાના અઢી કલાકમાં કુલ 23 કોલ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ અંજલીએ તેના મંગેતર ચિંતનને કર્યા હતા. જેમાં અંજલીએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. જે આધારે પોલીસે અંજલીના મંગેતર ચિંતનને પૂછપરછ માટે અને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો.
જાણો શું સમગ્ર કેસ?
ઉલ્લેખનીય છે કે અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલી બે રીલના કારણે આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાયુ હતું. જોકે, આજે 26 દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન જાતિવિષયક શબ્દો બોલીને વારંવાર અપમાનિત કરતો હતો ને ત્રાસ આપતો હતો ને લગ્નના ખોટા વાયદો આપતો હતો. આ ત્રાસના કારણે અંજલિએ ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો. હાલ અઠવાલાઇન્સ પોલીસે ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્યેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending Photos