સૂર્યએ બનાવ્યો અત્યંત પાવરફૂલ રાજયોગ, આ રાશિવાળાને બસ ચાંદી જ ચાંદી, પૈસો ચુંબકની જેમ ખેંચાઈને આવશે

વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રમા 9 જુલાઈના રોજ સવારે 3.14 વાગે ધનુ રાશિમાં પ્રવેશ કરી ગયા. 11 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. આવામાં આ રાજયોગ 54 કલાક સુધી રહેશે. જે કેટલાક રાશિના જાતકોને ખુબ ફાયદો કરાવી શકે છે. અત્રે જણાવવાનું કે સમસપ્તક યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે બંને ગ્રહો એક બીજાના સાતમા ભાવને જોતા હોય. 

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાની સાથે સાથે પિતાના કારક ગણવામાં આવે છે. જે દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જેની અસર તમામ રાશિઓ પર પડે છે. સૂર્ય દેવ હાલ મિથુન રાશિમાં છે. જ્યાં તેઓ ગુરુ સાથે આદિત્ય યોગ બનાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ચદ્રમા દર અઢી દિવસે રાશિ પરિવર્તન કરે છે જેના કારણે કોઈને કોઈ ગ્રહ સાથે સંયોગ કરીને શુભ અશુભ યોગ બનાવે છે. આવામાં ચંદ્રમા ધનુ રાશિમાં પ્રવેશ્યા છે. જેનાથી સૂર્ય સાથે સમસપ્તક રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

કર્ક રાશિ

2/5
image

કર્ક રાશિના જાતકો માટે સમસપ્તક યોગ ખુબ લકી રહી શકે છે. આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની તક મળી શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકો છો. કાર્યક્ષેત્રે તમારા કામના દમ પર સફળ થઈ શકો છો. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર સાથે સારો સમય વિતશે.   

કન્યા રાશિ

3/5
image

કન્યા રાશિના જાતકો માટે સૂર્ય અને ચંદ્રમાનો સમસપ્તક યોગ લાભકારી રહી શકે છે. આ જાતકોને કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળી શકે છે. કરિયરમાં પ્રગતિની પ્રબળ તકો છે. નોકરીયાતો માટે આ સમય લાભકારી રહી શકે છે. સારું પ્રદર્શન કરી શકો છો. 

ધનુ રાશિ

4/5
image

ધનુ રાશિના જાતકો માટે સમસપ્તક રાજયોગ લકી સાબિત થઈ શકે છે. આ જાતકોના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પાર્ટનરશીપમાં કરાતા ધંધામાં સારો લાભ થઈ શકે છે. પ્રગતિ થશે. કરિયરમાં ખુબ લાભ થઈ શકે છે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.