Surya favorite Rashi: સૂર્યદેવને અતિપ્રિય છે આ 3 રાશિઓ, આ લોકો રોજ સૂર્યને અર્ધ્ય આપે તો પણ થઈ જાય માલામાલ
Surya Dev 3 favourite Rashi: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાંથી 3 રાશિઓ એવી છે જેના પર સૂર્ય દેવની કૃપા હંમેશા રહે છે. આ 3 રાશિઓ સૂર્ય દેવને અતિ પ્રિય છે તેથી જ આ રાશિવાળા લોકો રોજ 1 લોટો જળ સૂર્ય દેવને નિયમ અનુસાર અર્પણ કરે તો પણ માલામાલ થઈ જાય છે.
3 રાશિઓ સૂર્ય દેવની પ્રિય રાશિ
જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સમ્માન સૂર્ય કૃપાથી પ્રાપ્ત થાય છે. નિયમિત રીતે સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી નોકરી સંબંધિત સમસ્યા, વેપારની તકલીફો દુર થાય છે અને વ્યક્તિની કીર્તિ અને યશ વધે છે. ખાસ તો જે 3 રાશિઓ સૂર્ય દેવની પ્રિય રાશિ છે તેમણે આ નિયમ પ્રમાણે સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો પર સૂર્યદેવની વિશેષ કૃપા હોય છે. સૂર્ય દેવની કૃપાથી આ રાશિના લોકો કરિયર અને વેપારમાં ઈચ્છિત લાભ મેળવી શકે છે. તેનને મહેનતનું ફળ મળે છે. સૂર્ય કૃપાથી તેઓ જીવનમાં આવતા પડકારોને પાર કરી જાય છે. નિયમિત સૂર્યને જળ અર્પણ કરવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે.
સિંહ રાશિ
સિંહ રાશિ પર પણ સૂર્યની કૃપા વધારે રહે છે. સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. સૂર્યની પ્રિય રાશિઓમાંથી એક સિંહ પણ છે. સૂર્ય કૃપાથી આ રાશિના લોકોનું વ્યક્તિત્વ આકર્ષક બને છે. તેમનામાં નેતૃત્વની ક્ષમતા વધઆરે હોય છે. તેઓ આત્મવિશ્વાસથી આર્થિક સમસ્યામાંથી બહાર આવી જાય છે.
ધન રાશિ
ધન રાશિના લોકો પર સૂર્ય કૃપા બની રહે છે. આ રાશિના લોકોને સૂર્યદેવના આશીર્વાદથી બિઝનેસમાં મોટી સફળા મળે છે. અચાનક આર્થિક લાભ પણ થતા રહે છે. તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે. ધન રાશિના લોકો જો નિયમ પ્રમાણે સૂર્ય દેવની પૂજા કરે તો તેમની જીંદગી સુધરી જાય છે.
સૂર્યને અર્ધ્ય આપવાનો નિયમ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને અર્ધ્ય આપવાનો ઉત્તમ સમય સૂર્યોદય હોય છે. સૂર્ય ઉદય થાય પછીના 1 કલાક સુધીમાં પણ જો જળ અર્પણ કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. સૂર્યને અર્ધ્ય આપવા માટે સવારે 6 થી 6.45 મિનિટ સુધીનો સમય ઉત્તમ ગણાય છે. જો કે આ સમય સૂર્યોદયના સમય અનુસાર હોય છે. જો રોજ સૂર્ય પૂજા ન થઈ શકે તો પણ રવિવારે ભુલ્યા વિના સૂર્યને અર્ધ્ય આપો.
Trending Photos