Surya Gochar 2025 : સૂર્ય ગોચર સિંહ રાશિમાં, મિથુન સહિત 5 રાશિઓને મળશે જબરદસ્ત લાભ, આવકમાં થશે વધારો

Surya Gochar in Singh Rashi : સૂર્ય દેવ સિંહ રાશિમાં ગોચર કરવાના છે. અત્યારે સૂર્ય કર્ક રાશિમાં બિરાજમાન છે અને 17 ઓગસ્ટ રવિવારે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. આત્મા અને પદ-પ્રતિષ્ઠાના કારક ગ્રહ સૂર્યના ગોચરથી મિથુન-તુલા સહિત 5 રાશિઓને જબરદસ્ત લાભ મળવાનો છે. આ રાશિઓની આવકમાં વધારો થશે. તેવામાં આવો જાણીએ સૂર્યના ગોચરથી કયા જાતકો પર શુભ અસર થશે.
 

1/6
image

Sun Transit in Leo Zodiac sign : સૂર્ય ગોચર 17 ઓગસ્ટે સિંહ રાશિમાં થવાનું છે. કર્કથી પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરતા સૂર્યની સ્થિતિ મજબૂત થશે. સૂર્યના મજબૂત થવાથી કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામ જોવા મળશે. તેના માન-સન્માનમાં વધારો થશે અને નેતૃત્વ ક્ષમતા વધશે. પિતા, ઉચ્ચ પદ વગેરેના કારક ગ્રહ સૂર્યના ગોચરથી આ રાશિઓને કરિયર અને કારોબારમાં સફળતા મળશે. સૂર્યનું ગોચર મિથુન, તુલા સહિત 5 રાશિઓને ભરપૂર લાભ અપાવશે. તેવામાં આવો જાણીએ સૂર્ય ગોચરથી આ રાશિઓને કયા-કયા લાભ મળશે. આ સાથે સૂર્ય ગોચરના ઉપાય પણ.

મિથુન રાશિ, આર્થિક રૂપથી થશે ફાયદો

2/6
image

સૂર્ય ગોચરનો શુભ પ્રભાવ મિથુન રાશિના જાતકો પર પડશે. તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહેલ સૂર્ય તમને કરિયર અને કારોબારમાં પદ તથા પ્રતિષ્ઠાનો લાભ અપાવશે. કમ્યુનિકેશન સેક્ટર સાથે જોડાયેલા જાતકોના કૌશલમાં નિખાર આવશે. આ સાથે પ્રોફેશનલ જીવનમાં નવી તક મળશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય સારો રહેવાનો છે. તમે ઉત્સાહિત રહેશો અને સારા નિર્ણય લઈ શકશો. આ કારણે તમને સફળતા પણ મળશે.

મિથુન રાશિ માટે સૂર્ય ગોચરના ઉપાયઃ પિતા કે વૃદ્ધોને ખીર ખવડાવો અને તેના આશીર્વાદ લો.  

સિંહ રાશિ, સુખ-સુવિધામાં થશે વધારો

3/6
image

સિંહ રાશિના લગ્ન ભાવમાં સૂર્યનું ગોચર થશે. તેવામાં તમારા જીવનમાં ઘણા સુખદ પરિવર્તન આવશે. આ સાથે આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમારી કાર્યક્ષમતા વધશે. તમે લોકોને તમારા વિચાર અને કામથી પ્રભાવિત કરી શકશો. આ દરમિયાન સંપત્તિ વગેરેમાં રોકાણ કરી શકો છો. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ સમય સારો રહેવાનો છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતા સુખ-સુવિધામાં વધારો થશે.

સિંહ રાશિ માટે સૂર્ય ગોચરના ઉપાયઃ ગોળનું સેવન કરવાથી બચો. જરૂરિયાતમંદોને દાન કરો.

તુલા રાશિ, તમારી મનોકામના પૂર્ણ થશે

4/6
image

તુલા રાશિના જાતકોના 11મા ભાવમાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે. આ તમને આવકના મામલામાં મોટો લાભ અપાવશે. તમારૂ પ્રમોશન થઈ શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને તમારી મનોકામના પૂર્ણ થશે. આ સાથે તમને કોઈ મોટી ડીલ કરવાની તક મળી શકે છે. લાંબાગાળાનું રોકાણ આ સમયે સારૂ રહેશે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

તુલા રાશિ માટે સૂર્ય ગોચરના ઉપાયઃ તામસિક વસ્તુનું સેવન કરવાથી બચો. લાલ ગાયને રોટલી ખવડાવો.

ધન રાશિ, કરિયરમાં નવી ઊંચાઈઓ હાસિલ થશે

5/6
image

ધન રાશિના જાતકોના 9મા ભાવમાં સૂર્ય ગોચર કરશે. આ તમારા માટે સુખદ અને ભાગ્યશાળી રહેશે. કાર્યક્ષેત્રમાં તમને અપેક્ષિત સહયોગ મળશે. કરિયરમાં નવી ઊંચાઈ હાસિલ કરશો. આ સાથે તમારા લક્ષ્યોને હાસિલ કરવામાં વધુમહેનત કરવી પડશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને સફળતા મળશે. તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. તમે બીજાની મદદ કરો અને તમારૂ મન દાન-પુણ્યમાં લાગશે.

ધન રાશિ માટે સૂર્ય ગોચરનો ઉપાયઃ નમકનું સેવન કરવાથી બચો. રવિવારે સંપૂર્ણ રીતે નમન ન ખાવો.  

કુંભ રાશિ, નવી તક મળશે

6/6
image

સૂર્ય ગોચર કુંભ રાશિના જાતકોના સાતમાં ભાવમાં થવાનું છે. તેનાથી કારોબાર કરનારને અનુકૂળ પરિણામ મળી શકે છે. તમારા કામકાજનો વિસ્તાર થઈ શકે છે. આ દરમિયાન નવી તક પ્રાપ્ત થશે. આર્થિક રૂપથી આ સમય સારો રહેશે. તમને જબરદસ્ત લાભ થઈશકે છે. મુશ્કેલ સ્થિતિમાં મિત્રોની મદદ મળશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે.

કુંભ રાશિ માટે સૂર્ય ગોચરના ઉપાયઃ ક્રોધ કરવાથી બચો. લાલ વસ્તુનું દાન કરો.