The Simpsons શોની 3 ચોંકાવનારી ભવિષ્યવાણીઓ, જે સાંભળીને ઉડી જશે હોશ!

The Simpsons Predictions 2025: વર્ષ 2025 માટે ધ સિમ્પસન્સની ઘણી ભવિષ્યવાણીઓ છે, ચાલો તમને જણાવી દઈએ કે, ધ સિમ્પસન્સની મોટાભાગની ભવિષ્યવાણીઓ વિશ્વ યુદ્ધ અને AI માટે કરી છે. પરંતુ આજે અમે તમને ધ સિમ્પસન્સની 3 એવી ભવિષ્યવાણીઓ વિશે જણાવીશું, જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. ચાલો જાણીએ આ ભવિષ્યવાણીઓ વિશે...

ધ સિમ્પસન્સ

1/5
image

નોંધનીય છે કે, ધ સિમ્પસન્સ આપણને બધાને ઘણા દાયકાઓથી હસાવતું આવ્યું છે. પરંતુ આ શોમાં એક વાત એવી છે જે તેને બીજા બધા કરતા અલગ બનાવે છે. તમને જણાવી દઈએ કે, ધ સિમ્પસન્સમાં બતાવેલા પાત્રો ભવિષ્ય સાથે સંબંધિત હોય છે. ધ સિમ્પસન્સ વિશે ઘણી કાલ્પનિક કહાનીઓ છે જે સાચી સાબિત થઈ છે.

ભવિષ્યવાણી

2/5
image

ધ સિમ્પસનના (સીઝન 11, એપિસોડ 17)માં બતાવવામાં આવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પછી લિસા સિમ્પસન અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે. આ એપિસોડમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખૂબ જ તણાવપૂર્ણ વાતાવરણ છે. વર્ષ 2025માં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષને જોતા ધ સિમ્પસનની ભવિષ્યવાણી સાચી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

રોબોટ્સ અને AI

3/5
image

ધ સિમ્પસન્સના (સીઝન 23, એપિસોડ 17)માં રોબોટ્સ અને AI બતાવવામાં આવ્યા છે. આ એપિસોડમાં એવું બતાવવામાં આવ્યું છે કે, ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રોબોટ્સ કામ કરી રહ્યા છે. એટલું જ નહીં, એ પણ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે AI એ પ્રગતિ કરી છે જેના કારણે લોકો તેમની નોકરીઓ ગુમાવી રહ્યા છે.

હેડસેટ

4/5
image

વર્ષ 2016ના એપિસોડ 2 અને સીઝન 28માં બતાવવામાં આવ્યું હતું કે, પ્રોફેસર ફ્રીંક સ્પ્રિંગફિલ્ડે એક વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ રજૂ કરે છે. વર્ષ 2025માં એપલે વિઝન પ્રોને દુનિયાભર રજૂ કરી દીધું છે.

Disclaimer

5/5
image

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.