3 મહિનાથી ઓછા સમયમાં 299% ઉછ્યો આ નાનો શેર, 85 રૂપિયાથી 339 રૂપિયા પર પહોંચી કિંમત
High Return: આ કંપનીના શેર 28 માર્ચ, 2025 ના રોજ 339 રૂપિયા પર બંધ થયા હતા. IPOમાં કંપનીના શેરની કિંમત 85 રૂપિયા હતી. કંપનીના શેર 85 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે 299% ઉછળ્યો છે.
High Return: લગભગ ત્રણ મહિના પહેલા બજારમાં પ્રવેશેલી કંપનીના શેરે IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને માલામાલ કરી દીધા છે. IPOમાં કંપનીના શેરનો ભાવ 85 રૂપિયા હતો. 28 માર્ચ, 2025ના રોજ આ શેર 339 રૂપિયા પર બંધ થયા. કંપનીનો IPO 3 જાન્યુઆરી, 2025ના રોજ શેરબજાર માટે ખુલ્યો અને 7 જાન્યુઆરી સુધી ખુલ્લો રહ્યો હતો.
ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સ લિમિટેડ (Fabtech Technologies Cleanrooms Limited)ના IPOમાં શેરની કિંમત 85 રૂપિયા હતી. કંપનીના શેર 10 જાન્યુઆરી, 2025ના રોજ 90 ટકાના નફા સાથે 161.50 રૂપિયાના રોજ બજારમાં લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે જ કંપનીનો શેર 169.57 રૂપિયા પર પહોંચી ગયો હતો. એટલે કે 85 રૂપિયાની ઈશ્યુ પ્રાઈસ સામે પ્રથમ દિવસે જ કંપનીના શેરમાં 99 ટકાથી વધુનો વધારો થયો હતો.
Fabtech Technologies Cleanroomsનો શેર 28 માર્ચ, 2025 ના રોજ રૂ. 339 પર બંધ થયો હતો. કંપનીના શેર રૂ. 85ની ઇશ્યૂ કિંમતની સરખામણીએ 299% વધ્યા છે. જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, કંપનીના શેરમાં 20% થી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 68.41 ટકા છે, જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 31.59 ટકા છે.
ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સનો IPO કુલ 740.37 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 715.05 ગણો ભરાયો હતો. તે જ સમયે, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) શ્રેણીમાં 1485.52 ગણા દાવ લગાવવામાં આવ્યા હતા.
ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સના IPOમાં તેના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) ક્વોટા 224.5 વખત સબસ્ક્રાઇબ થયા. રિટેલ રોકાણકારો કંપનીના IPOમાં ફક્ત 1 લોટ માટે જ દાવ લગાવી શકતા હતા. IPO ના એક લોટમાં 1600 શેર હતા. એટલે કે, રિટેલ રોકાણકારોએ એક લોટ માટે 1.36 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos