100 વર્ષ બાદ એક સાથે 3 શક્તિશાળી રાજયોગ બન્યા, 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભ થશે! સુખ-સંપત્તિ, બેંક બેલેન્સમાં ઉછાળો આવશે
Lucky Rashi: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ 100 વર્ષ બાદ એક સાથે 3 પાવરફૂલ રાજયોગ બન્યા છે. જેનાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે....
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવજીવન અને દેશ દુનિયા પર પડતો હોય છે. અત્રે જણાવવાનું કે 100 વર્ષ બાદ 3 રાજયોગ એક સાથે બની રહ્યા છે. શનિદેવ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે. જેનાથી શશ રાજયોગ બનેલો છે. જ્યારે શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરે છે જેનાથી માલવ્ય રાજયોગ બની રહ્યો છે. જ્યારે 5 માર્ચના રોજ ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી રાજયોગ બન્યો છે. આવામાં 3 રાજયોગ બન્યા છે જેનાથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિવાળાને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના યોગ છે. જાણો આ લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે ત્રણ રાજયોગનું બનવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મ ભાવ પર ગોચર કરી રહ્યા છે. જ્યારે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાન પર ગોચર કરે છે. આથી આ સમય દરમિયાન તમને કામ કાજમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ આ દરમિયાન તમે તમારી મહેનતના દમ પર ધનલાભ મેળવી શકશો. મિત્રો સાથે મજેદાર પળો વિતાવશો અને તમારા મિત્રોનો પૂરેપૂરો સહયોગ પણ મળશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. આવકમાં જબદસ્ત વધારો થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે એક સાથે ત્રણ રાજયોગનું બનવું ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવ પર જ્યારે શુક્ર ગ્રહ કરિયર અને કારોબારના સ્થાન પર ગોચર કરે છે. આથી આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ પાર પડશે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. કારોબારનો વિસ્તાર થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે 3 રાજયોગનું બનવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર જ્યારે શુક્ર ગ્રહ ધન ભાવ પર ગોચર કરે છે. આથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે. લાંબા સમયથી એક જ કંપનીમાં નોકરી કરતા હશો તો નવી જવાબદારી મળશે. જો તમે બોસ દ્વારા અપાયેલા જવાબદારીઓ સારી રીતે નિભાવશો તો તમારું પ્રમોશન પણ થઈ શકે છે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos