રૂપિયાનો ભંડાર છે આ 5 સરકારી સ્કીમ, ધમાકેદાર રિટર્નની સાથે નફાની ગેરંટી અને ટેક્સ બચાવવા માટે છે બેસ્ટ!

Post Office Schemes: દરેક વ્યક્તિ કોઈપણ જોખમ વિના રૂપિયાનું રોકાણ કરવા માંગે છે. તો અમે તમને નફાની ગેરંટીવાળી પોસ્ટ ઓફિસની આ 5 સરકારી સ્કીમ વિશે જણાવીશું. જી હા... પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ એવી છે જે શેરબજાર વગેરેની તુલનામાં સલામતીની સાથે સારું રિટર્ન પણ આપે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરીને તમે ભવિષ્ય માટે નાણાકીય આયોજન કરી શકો છો. તો ચાલો આ યોજનાઓ વિશે જાણીએ.

પોસ્ટ ઓફિસ યોજના

1/6
image

દરેક વ્યક્તિ રોકાણ માટે યોગ્ય વિકલ્પ શોધી રહ્યો છે. આ જ કારણ છે કે લોકોના હિત માટે સરકાર પણ રોકાણની બેસ્ટ સ્કીમ ચલાવી રહ્યું છે. પોસ્ટ ઓફિસની આવી જ 5 સલામત અને હાઈ રિટર્નવાળી સ્કીમ છે, જેમાં રોકાણ કરવું એ દરેક માટે ફાયદાનો સોદો હોય છે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ માત્ર ટેક્સ જ બચાવવામાં મદદ નથી કરતી, પરંતુ લાંબા ગાળે નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડે છે, તો ચાલો જાણીએ પોસ્ટ ઓફિસની આવી 5 પ્રખ્યાત સ્કીમ વિશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

2/6
image

સુકન્યા સમૃદ્ધિ યોજના સરકારની ખૂબ જ ફાયદાકારક સ્કીમ માનવામાં આવે છે. આ સ્કીમ ખાસ કરીને દીકરીઓના ભવિષ્યને સુરક્ષા પૂરી પાડવા માટે કામ કરે છે. આ સ્કીમમાં દીકરીના નામે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયાથી વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં લગભગ 8.20% વ્યાજ દર ઉપલબ્ધ છે. આમાં કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મેળવી શકાય છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

3/6
image

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પણ રોકાણ માટે સલામત અને લાંબા ગાળાની ફાયદો પહોંચાડનાર સ્કીમ છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ સ્કીમમાં વાર્ષિક રૂ. 500 થી રૂ. 1.5 લાખ સુધીના રોકાણ વિકલ્પો મળી શકે છે. આ શાનદાર યોજનામાં તમને લગભગ 7.10% વ્યાજ મળે છે. પીપીએફનો કુલ સમયગાળો 15 વર્ષનો હોય છે. આ યોજના બચત અને ટેક્સ બચાવવા માટે સારી માનવામાં આવે છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

4/6
image

NSC VIII ઇશ્યૂ (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) પોસ્ટ ઓફિસની બેસ્ટ રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. હાઈ અને સુરક્ષિત રિટર્ન માટે આ સ્કીમમાં લોકો ખૂબ જ રોકાણ કરે છે. તમે આ યોજનામાં ઓછામાં ઓછા ₹1,000 થી રોકાણ શરૂ કરી શકો છો અને તેમાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. આ યોજનામાં રોકાણકારોને 7.70% સુધી વ્યાજ મળે છે. આ યોજના કલમ 80C હેઠળ કર મુક્તિની સુવિધા પણ પૂરી પાડે છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના

5/6
image

વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)એ સિનિયર સિટીઝન માટે સૌથી બેસ્ટ ફાયદાકારક સ્કીમ માનવામાં આવે છે. સારું રિટર્ન આપતી આ સ્કીમ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બેસ્ટ છે. SCSS સ્કીમમાં ₹ 1,000થી રોકાણ શરૂ થાય છે અને મહત્તમ રોકાણ ₹ 30 લાખ સુધી કરી શકાય છે. લગભગ 8.20% વાર્ષિક વ્યાજ આપવાની સાથે તે કલમ 80C હેઠળ કર મુક્તિ પણ આપે છે.

કિસાન વિકાસ પત્ર

6/6
image

રૂપિયાને ડબલ કરવા માટે પ્રખ્યાત કિસાન વિકાસ પત્ર (KVP) રોકાણ માટે સલામત સ્કીમ હંમેશા માનવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ ₹ 1,000 થી શરૂ થાય છે અને તેમાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. તે લગભગ 7.50% વાર્ષિક વ્યાજ દર આપે છે. રોકાણકારો આ સ્કીમને 2.5 વર્ષ પછી જ રિડીમ કરી શકે છે. 

(નોંધ- આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે, રોકાણ કરતા પહેલા વ્યાજ દર ચકાસી લો.)