ભાવનગરમાં આવેલી છે સ્વર્ગ જેવી 5 જગ્યાઓ, દૂર-દૂરથી ફરવા આવે છે ટૂરિસ્ટ
જો તમે ચોમાસામાં ફરવા માટે એવી જગ્યા શોધી રહ્યાં છો, જ્યાં પ્રકૃતિની સુંદરતા, ઐતિહાસિક વારસો અને શાંતિ એક સાથે મળે, તો ગુજરાતનું ભાવનગર શહેર તમારા માટે એક શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. આ શહેર જેટલુ સુંદર છે, એટલો જ તેનો ઈતિહાસ શાનદાર છે. આવો તમને ભાવનગરની પાંચ શાનદાર જગ્યાઓ વિશે જણાવીએ.
ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. ભાવનગરનો સમૃદ્ધ વારસો છે. આજે અમે તમને ભાવનગરમાં ફરવાની પાંચ જગ્યા વિશે જણાવીશું.
વિક્ટોરિયા પાર્ક
આ શહેરનું એક વિશાળ પાર્ક છે. જો તમે નેચર લવર છો તો આ જગ્યા તમને શાંતિ આપશે. સવારની વોક માટે આ એક પરફેક્ટ જગ્યા છે અને અહીં તમે પિકનિકની મજા લઈ શકો છો.
ગૌરીશંકર તળાવ
તેને ભાવનગરની જાન કહેવામાં આવે છે. શહેરના ઘોંઘાટથી દૂર આ તળાવ તમને શાંતિની અનુભૂતિ કરાવશે. તળાવની ચારે તરફ ખજૂરના ઝાડ અને હરિયાળી તેને આકર્ષક બનાવે છે. તમે અહીં બોટિંગની મજા પણ માણી શકો છો.
તખ્તેશ્વર મંદિર
એક નાના પહાડ પર સ્થિત આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. સફેદ આરસથી બનેલું આ મંદિર જેટલું સુંદર છે, એટલો જ અહીંથી શહેરનો નજારો જોવા મળે છે. અહીંનો સૂર્યાસ્ત જોવા લાયક હોય છે.
ગાંધી સ્મૃતિ
ઈતિહાસમાં રૂચિ હોય તો આ જગ્યા ખાસ છે. આ એક મ્યૂઝિયમ છે, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધાના જીવન, તેમના વિચારો અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને દર્શાવવામાં આવ્યું છે.
નીલમબાગ પેલેસ
ભાવનગરના મહારાજાના આ પૂર્વ શાહી નિવાસ્થાનને હવે હેરિટેજ હોટલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. તેનું ભવ્ય આર્કિટેક્ચર અને સુંદર બગીચા પર્યટકોને આકર્ષિત કરે છે. આ મહેલ ભાવનગરના ગૌરવશાળી ઈતિહાસને દર્શાવે છે.
Trending Photos