Vastu Tips: અમીર લોકો ઘરની દક્ષિણ દિશામાં રાખે છે આ 4 વસ્તુઓ, ઘરમાં વધે ધનની આવક અને સંપત્તિ

Vastu Tips For South Direction: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં યમ અને પિતૃઓનો વાસ માનવામાં આવે છે. આ દિશા પદ અને પ્રતિષ્ઠાનું પણ પ્રતીક હોય છે. મોટાભાગના લોકો આ દિશાને અશુભ માને છે પરંતુ આ દિશા અશુભ નથી. કહેવાય છે કે આ દિશામાં ખાસ વસ્તુઓ રાખવામાં આવે તો તે સુખ, સમૃદ્ધિ, ધન, ધાન્ય આકર્ષિત કરે છે. 
 

સાવરણી

1/5
image

સાવરણી માં લક્ષ્મીનું પ્રતીક છે. દક્ષિણ દિશામાં સાવરણી રાખવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા સદૈવ બની રહે છે. બસ સાવરણી એવી રીતે રાખવી કે તેના પર કોઈની નજર ન પડે.  

સોનુ અને કીમતી વસ્તુઓ

2/5
image

ઘરનો કીમતી સામાન કે પછી સોનુ હોય તો તેને પણ દક્ષિણ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી ભગવાન કુબેરના આશીર્વાદ હંમેશા ઘર પર રહે છે.   

જેડ પ્લાંટ

3/5
image

દક્ષિણ દિશામાં જેડ પ્લાંટ રાખવો પણ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિશામાં જેટ પ્લાંટ રાખવાથી દરેક કામમાં સફળતા મળે છે.   

ફિનિક્સ પક્ષીની તસવીર

4/5
image

દક્ષિણ દિશામાં ફિનિક્સ પક્ષીની તસવીર લગાવવી પણ શુભ છે. કહેવાય છે કે તેનાથી સકારાત્મકતા આવે છે અને ઘર પરિવારમાં ક્યારેય ધનની તંગી સર્જાતી નથી. અમીર લોકોના ઘરમાં આવી તસવીર મોટાભાગે લાગેલી જોવા મળે છે.  

5/5
image