તીક્ષ્ણ હાડકાથી ઘા બનાવી કરે ટેટુ, ત્યારબાદ સેક્સ કરવાની પાડે ના....જાણો આ અજીબોગરીબ પરંપરા

Maori Culture New Zealand: માઓરી ન્યૂઝીલેન્ડના પોલિનેશિયન મૂળ રહીશ છે. તેમની પરંપરાઓ જણાવે છે કે તેઓ 14મી સદીમાં હવાઈકીથી ન્યૂઝીલેન્ડ આવ્યા. પુરાતત્વ શોધ મુજબ માઓરી 1300 ઈ. આસપાસ અહીં પહોંચ્યા. માઓરી સમાજમાં કબીલા (ઈવી), ઉપ કબીલા (હાપુ) અને વિસ્તૃત પરિવાર (વ્હાનાઉ) મહત્વપૂર્ણ હતા. દરેક કબીલાના એક મુખિયા (અરિકી) હતા. હાપૂ જમીનના માલિક હતા અને વ્હાનાઉમાં વિવાહને પ્રાથમિકતા આપવામાં આવતી હતી. તે સામાજિક વ્યવસ્થા માઓરી સંસ્કૃતિનો પાયો હતો. 

યુરોપિયનો સાથે પહેલો સંપર્ક

1/6
image

1642માં ડચ નાવિક એબેલ ટેસ્મન ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. પરંતુ માઓરી સાથે સંઘર્ષ બાદ તેઓ વધુ અન્વેષણ કરી શક્યા નહીં. 1769-70માં કેપ્ટન જેમ્સ કુકે દ્વીપોના ચક્કર કાપ્યા અને માઓરીની બુદ્ધિમત્તાના વખાણ કર્યા. શરૂઆતમાં માઓરીએ વ્હેલ માછીમારો અને યુરોપીયન વેપારીઓનું સ્વાગત કર્યું. પરંતુ મસ્કટ બંદૂકો, બીમારીઓ, પશ્ચિમી ખેતી અને મિશનરીઓના આવવાથી માઓરી સંસ્કૃતિ અને સામાજિક માળખું વિખરાવવા લાગ્યું. 1830ના દાયકા સુધી યુરોપમાં વસનારા મોટી સંખ્યામાં આવવા લાગ્યા. 

કિંગ મૂવમેન્ટનો ઉદય

2/6
image

1840 માં બ્રિટને ન્યૂઝીલેન્ડ પર ઔપચારિક નિયંત્રણ કર્યું. તેનાથી માઓરી ખાસ કરીને ઉત્તરી દ્વિપના લોકો ચિંતિત થઈ ગયા. 1845માં કેટલાક માઓરી સરદારોએ બે ઓફ આઈલેન્ડ્સ પર હુમલો કર્યો. જેને પહેલું માઓરી યુદ્ધ કહેવાય છે. 1857માં વાઈકાટોના કબીલાઓએ ટે વ્હેરોવ્હેરોને પહેલા માઓરી રાજા (પોટાતાઉ પ્રથમ) પસંદ કર્યા. મૂવમેન્ટનો હેતુ જમીન બચાવવો અને કબીલાઓ વચ્ચે યુદ્ધ રોકવાનો હતો. જો કે તમામ માઓરીએ રાજાની સત્તા ન માની. પરંતુ મોટાભાગના જમીન વેચવાની વિરુદ્ધમાં હતા.   

માઓરી અને પકેહા યુદ્ધ

3/6
image

1850ના દાયકામાં યુરોપીયન અપ્રવાસીઓની સંખ્યા વધવાથી જમીનની માંગણી વધી. 1859માં ત તેઈરાએ તારાનાકીની વાઈટારા નદીની જમીન કબીલાની સહમતિ વગર વેચી દીધી, જેનાથી પહેલું તારાનાકી યુદ્ધ (1860-61) શરૂ થયું. બ્રિટિશ સેનાએ માઓરીના ગઢો (પાસ) પર હુમલો કર્યો. માઓરીએ જવાબી હુમલો કર્યો, પરંતુ બાદમાં હારી ગયા. બીજુ તારાનાકી યુદ્ધ (1863) અને વાઈકાટો યુદ્ધમાં બ્રિટિશે માઓરીના ગઢોને નિશાન બનાવ્યા. માઓરીએ ગોરિલા રણનીતિ અપનાવી પરંતુ 1864માં ઓરકાઉ પાસેના પતનથી યુદ્ધ સમાપ્ત થયું.   

હોહો અને રિંગાતૂ યોદ્ધા

4/6
image

1864થી 1872 સુધી ફાયર ઈન ધ ફર્ન કે તે રિરિ પકેહા નામના યુદ્ધ થયા. તેમાં હૌહૌ યોદ્ધા જે એક કટ્ટર સમૂહ હતા અને બાદમાં રિંગાતૂ યોદ્ધા લડ્યા જેમનું નેતૃત્વ ગોરિલા નેતા તે ક્રૂટીએ કર્યું. બ્રિટિશ સરકાર 1864માં શાંતિ ઈચ્છતી હતી. પરંતુ ઔપનિવેશક સરકારે જમીન મેળવવા માટે યુદ્ધ ચાલુ રાખ્યું. 1865માં ગવર્નર ગ્રેએ વેરોરોઆ પાસ પર કબજો જમાવ્યો. માઓરીના પ્રયત્નોને બ્રિટિશ અને સહાયક માઓરી દળોએ નિષ્ફળ કર્યા. 

ટેટુ બનાવવાની અજીબ પ્રક્રિયા

5/6
image

માઓરી અને ફ્રેન્ચ પોલિનેશિયાના મૂળ રહીશોએ પૂર્વી પોલિનેશિયામાં સેંકડો વર્ષો સુધી અલગ થલગ રહીને પોતાની અનોખી સંસ્કૃતિ વિક્સિત કરી. તેમાં તા મોકો નામના સ્થાયી ટેટુની પ્રક્રિયા સામેલ છે, જે પ્રતિબદ્ધતા અને સન્માનનું પ્રતિક છે. તેમાં હાડકાની છીણી વડે ત્વચા પર ઊંડા કટ બનાવવામાં આવે છે અને પછી શાકભાજીમાંથી બનેલા શાહી જેવા રંગમાં ડૂબોડવામાં આવે છે. ટેટુ બનાવતી વખતે માઓરીને ખાવાની કે શારીરિક સંબંધ બનાવવાની મનાઈ હોય છે. જ્યાં સુધી ઘા રૂઝાઈ ન જાય ત્યાં સુધી. ભૂખથી બચવા માટે લાકડીના ફનલથી ખાવાનું અને પાણી મોઢામાં નાખવામાં આવે છે જેથી કરીને ત્વચાનો સંપર્ક ન થાય.

આધુનિક માઓરી સંસ્કૃતિ

6/6
image

આજે માઓરી પોતાની સંસ્કૃતિને જીવીત રાખી રહ્યા છે. તેઓ પોતાના પૂર્વજો, જમીન અને તંગાતા વ્હેનુઆ (જમીનના લોકો)ની ઓળખને મહત્વ આપે છે. માઓરી ભાષા (તે રિયો માઓરી)ને 1987માં અધિકૃત દરજ્જો મળ્યો. ઔપચારિક સમારોહમાં માઓરી ભાષણ, ગીત, હોંગી (નાકથી નાક મિલાવવા) અને હાંગી (પથ્થરો પર ભોજન પકાવવું) સામાન્ય છે. માઓરી જમીનના મુદ્દે સતર્ક છે. 1997માં નગાઈ તાહુ કબીલાને 170 મિલિયન અને 2008માં સાત ઉત્તરી કબીલાઓને 420 મિલિયન ન્યૂઝીલેન્ડ ડોલરનું વળતર મળ્યું. માઓરી 19મી સદીથી સંસદમાં છે જ્યાં સાત સીટો તેમના માટે સુરક્ષિત છે.