ધરતીથી 22,000,000,000 કિ.મી દૂર શું કરે છે NASAનો સેટેલાઈટ? ઓળંગી ગયો સૌરમંડળની દિવાલ

NASA Voyager 1 Satellite: નાસાએ 5 સપ્ટેમ્બર 1977 ના રોજ વોયેજર 1 નામનો સેટેલાઈટ લોન્ચ કર્યો હતો જે હજુ પણ કાર્યરત છે અને પૃથ્વીના સંપર્કમાં છે. આ સેટેલાઈટ હવે સૌરમંડળ છોડી ચૂક્યો છે અને હાલમાં પૃથ્વીથી 2000 કરોડ કિ.મી દૂર છે. સૌરમંડળની બહાર જનારી આ માનવ દ્વારા બનાવેલી પહેલી વસ્તુ છે.

ક્યારે લોન્ચ કરવામાં આવ્યું?

1/5
image

વોયજર-1 સેટેલાઈટ 5 સપ્ટેમ્બર, 1977 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેને થોડા સમય માટે બાહ્ય ગ્રહોનું અન્વેષણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ દાયકાઓ પછી પણ તે હજુ પણ કાર્યરત છે અને હવે અવકાશમાં ઘણા અંતર સુધી પહોંચી ચૂક્યું છે.  

શું છે ફાયરવોલ?

2/5
image

તાજેતરમાં વોયજેર 1 એ એક ગરમ સ્થળ શોધી કાઢ્યું છે, જેને વૈજ્ઞાનિકો હેલિયોપોઝ કહે છે. આ તે સ્થાન છે જ્યાં સૂર્યનો પ્રભાવ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. જોકે તે અગ્નિ જેવું નથી પરંતુ તે ઉચ્ચ એનર્જી પાર્ટિકલ્સવાળો વિસ્તાર છે, જેનું તાપમાન 50,000 ડિગ્રી સેલ્સિયસ છે.

શું છે તેની ખાસ ડિઝાઇન?

3/5
image

તે ભારે મુશ્કેલીઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યો હતો. તેનું રક્ષણાત્મક કવચ ખૂબ જ મજબૂત છે, જે High Radiation અને તાપમાનના ફેરફારોનો સામનો કરી શકે છે.

અત્યાર સુધી કેવી રીતે કરી રહ્યું છે કામ?

4/5
image

તે વીજળી ઉત્પન્ન કરવા માટે એક ખાસ પ્રકારના જનરેટરનો ઉપયોગ કરે છે. આ જનરેટર પ્લુટોનિયનના પીગળવાથી ઉત્પન્ન થતી ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરે છે.

ક્યાં સુધી પહોંચ્યો છે?

5/5
image

વોયજર 1 સેટેલાઈટ હવે પૃથ્વીથી 22 અબજ કિલોમીટરથી વધુ દૂર પહોંચી ગયો છે, છતાં તે પૃથ્વી સાથે સતત સંપર્કમાં છે. તે પોતાનો ધીમી ગતિએ સંદેશ મોકલે છે.