આકરા તાપ માટે થઈ જાઓ તૈયાર! ગુજરાત સહિત આ વિસ્તારોમાં ફૂંકાશે પવનો, ક્યાં અપાઈ છે ઉષ્ણ લહેરની આગાહી?

Gujarat Weather Update: ગુજરાતમાં હવામાને મિજાજ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. જો કે રાજ્યમાં આજે પણ સવાર અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ, બપોર બાદ ગરમીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ થોડા દિવસથી વાતાવરણમાં ઠંડક જેવો અહેસાસ થઈ રહ્યો હતો. 

1/7
image

ઉત્તરભારતમાં સ્નોફોલને કારણે વાતાવરણ ઠંડુ હતું, પણ હવે કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાઓ. પરસેવે રેબઝેબ કરી નાંખે તેવી ગરમી ગુજરાત પડવાની શરૂઆત થવાની છે. ત્યારે ક્યારથી ગુજરાતમાં વરસશે અગનગોળા? કેવી પડશે ગરમી? છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તે દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી 4 દિવસ માટે હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ ​​અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા વિભાગે વ્યક્ત કરી છે.

2/7
image

કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર. આકાશમાંથી અગનગોળા વરસવાનાછે! જી હા...પરસેવાથી રેબઝેબ કરી નાંખે તેવી ગરમી પડવાની આગાહી કરી દેવામાં આવી છે. ગુજરાતીઓ આકરા તાપ માટે તૈયાર રહો. ઉનાળાની શરૂઆતમાં ગરમીથી થોડી રાહત મળી હતી. પણ હવે ખરો તાપ સહન કરવા માટે સૌ ગુજરાતીઓએ તૈયાર થઈ જવું પડશે.   

આ 5 જિલ્લાઓ માટે હીટ વેવનું એલર્ટ

3/7
image

હવામાન વિભાગની આગાહી મુજબ 9મી માર્ચે કચ્છ અને રાજકોટમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જ્યારે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ ​​અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં 9 થી 12 માર્ચ સુધી હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ ​​અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. IMD એ કચ્છ અને રાજકોટ સહિત આ તમામ જિલ્લાઓમાં આગામી 2 દિવસ માટે યલો હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે.

4/7
image

ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાના છે, અગ્ન પાસે ઉભા રહીએ અને જે અહેસાસ થાય તેવી ગરમી ગુજરાતમાં પડવાની છે અને આ ગરમી માટે હવે સૌ ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે ગરમીનું એલર્ટ પણ આપી દીધું છે. ગુજરાતમાં ઉષ્ણ લહેરની ચેતવણી હવામાન વિભાગે આપી છે એટલે કે ગરમ પવન ફૂંકાશે.   

5/7
image

આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં આ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે એટલે કે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટના લોકો આકરો તાપ સહન કરવો પડશે. ત્યારપછીના દિવસોમાં કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે. આ જિલ્લાના લોકોએ પણ ગરમીમાં સેકાવું પડશે. 12મી માર્ચ સુધી કાળઝાળ ગરમી અને ઉષ્ણ લહેરની આગાહી છે.

ક્યાં કેવી રહેશે ગરમી?

6/7
image

આગામી 2 દિવસ કચ્છ અને રાજકોટમાં આકરો તાપ પડશે. કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ. અનેક જિલ્લાના લોકોએ ગરમીમાં સેકાવું પડશે. 12મી માર્ચ સુધી કાળઝાળ ગરમી અને ઉષ્ણ લહેરની આગાહી કરવામાં આવી છે.

7/7
image

છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડક લાગતી હતી. ખાસ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો સામાન્ય અહેસાસ થતો હતો. પરંતુ તેનું કારણ ઉત્તરભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષા હતું. હવે ત્યાં પણ કોઈ સ્નોફોલ નથી. વાતાવરણ સુક્કુ થઈ ગયું છે તેથી ગુજરાત અને અન્ય મેદાની પ્રદેશોમાં આકરો ઉનાળો રહેવાનો છે અને આતો હજુ શરૂઆત છે. ખરો ઉનાળો તો જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ શરૂ થશે. તો આ તાપમાં ખુબ જ સાચવજો.