Yoga for Diabetes: ડાયાબિટીસ હોય તો સવારે જાગીને કરો આ યોગાસન, દવા ખાવાની ઝંઝટથી મુક્ત થઈ શકો છો

Yoga for Diabetes: ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ ડિસીઝ છે. જે ખરાબ આહાર અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે થાય છે. ડાયાબિટીસ થયા પછી જો બ્લડ શુગર કંટ્રોલમાં ન રહે તો સ્વાસ્થ્ય સંબંધીત ગંભીર સમસ્યા થઈ શકે છે. ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે આ યોગાસન કરી શકાય છે.

ધનુરાસન

1/5
image

ધનુરાસન કરવાથી પેટની અંદરના અંગ એક્ટિવેટ થાય છે. જેના કારમે પેન્ક્રિયાઝ સારી રીતે કામ કરે છે. આ આસન કરવાથી ઈંસુલિન હોર્મોનનું ઉત્પાદન ઠીક થઈ શકે છે.   

બાલાસન

2/5
image

શરીરમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે બાલાસન યોગ કરવા જોઈએ. આ આસન કરવાથી પેટ અને પગના મસલ્સ એક્ટિવ થઈ જાય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  

મંડૂકાસન

3/5
image

ડાયાબિટીસના દર્દી મંડૂકાસન કરે તો પણ લાભ થાય છે. તેનાથી પેંક્રિયાઝ એક્ટિવ થાય છે અને ઈંસુલિનનું ઉત્પાદન ઠીક થઈ જાય છે.   

પશ્ચિમોત્તાસન

4/5
image

ડાયાબિટીસમાં આ આસન કરવું પણ લાભકારી છે. તેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે અને ઈંસુલિનનું ઉત્પાદન વધે છે.

5/5
image