Budh Uttarayan: 27 મે થઈ ઉત્તરમુખી થશે બુધ, વૃષભ સહિત 3 રાશિઓ પર ભગવાન કુબેર બે હાથે ધન લુંટાવશે
Budh Uttarmukhi Gochar Rashifal: મંગળવાર અને 27 મે 2025 પછી 3 રાશિના લોકોનો સમય બદલવાનો છે. બુધ આ તારીખથી પોતાની દિશા બદલી ઉત્તરમુખી થશે. જેના કારણે 3 રાશિના લોકોના જીવનમાં રાજા જેવો વૈભવ આવશે.
Trending Photos
Budh Uttarmukhi Gochar Rashifal: મંગળવાર અને 27 મે ના રોજ મોડી રાત્રે બુધ પોતાના ભ્રમણની દિશા બદલશે. 27 મે થી બુધ ગ્રહ ઉત્તરમુખી થશે. જ્યારે પણ કોઈ શુભ ગ્રહ ઉત્તરમુખી થાય છે તો તેનું મહત્વ વધી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું ઉત્તરમુખી થવું મહત્વપૂર્ણ ખગોળીય ઘટના પણ છે. બુધ ગ્રહના ઉત્તરમુખી થવાથી ધન, વેપાર, સૌભાગ્ય અને સુખમાં વધારો થવાના સંકેત મળે છે. બુધની ગતિમાં જે ફેરફાર થવાનો છે તેનાથી 12 રાશિઓ પણ પ્રભાવિત થશે. ત્યારે જાણવાનું એ છે કે બુધ કઈ રાશિઓને શુભ ફળ આપશે.
બુધ ગ્રહ જ્યારે ઉત્તરમુખી થાય છે એટલે કે ઉત્તર દિશા તરફ ગોચર કરે છે તો તેને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ પરિવર્તનથી લોકોના જીવનના ધન, વેપાર, વાણી અને સંચાર સંબંધિત ક્ષેત્રોમાં પ્રભાવ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનની દિશા પણ માનવામાં આવે છે. આ દિશા તરફ બુધનું ગોચર થશે જેના કારણે ત્રણ રાશિના લોકો પર માતા લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ વરસશે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
ઉત્તરમુખી બુધની 3 રાશિઓ પર થશે શુભ અસર
વૃષભ રાશિ
બુધના ઉત્તરમુખી થવાથી વૃષભ રાશિના લોકોને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વેપારીઓને લાભદાયક સોદા મળી શકે છે, અટકેલું ધન પરત મળી શકે છે. રોકાણથી પણ સારું રિટર્ન પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ યોજના વિશે વિચારી રહ્યા છો તો 27 મે પછીનો સમય સારો છે. નોકરી માટે સમય સાનુકૂળ રહેશે. રિલેશનશિપ માટે પણ સમય સારો.
કન્યા રાશિ
બુધ ગ્રહના ઉત્તરમુખી થવાથી કન્યા રાશિના લોકોની માનસિક સ્પષ્ટતા અને તર્ક શક્તિ વધશે. સંચાર અને સકારાત્મક કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો આત્મવિશ્વાસ આવશે. લેખન, શિક્ષણ જેવા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શુભ સમય. નવા પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવા પ્રોજેક્ટ મળી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો સમય ઉત્તમ છે. આ સમયે અમલમાં મુકેલી યોજનાઓ સફળ થશે. જીવનમાં આર્થિક સ્થિરતા આવશે. કારકિર્દીના ક્ષેત્ર સફળતા મળશે. પ્રમોશન મળી શકે છે. વેપારમાં મોટી સફળતા મળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે