Chaturmas 2025: 6 જુલાઈ અને રવિવારથી શરુ થઈ રહ્યો છે ચાતુર્માસ, જાણો આ પવિત્ર માસમાં શું કરવું અને શું નહીં
Chaturmas 2025: 6 જુલાઈ 2025 અને રવિવારે દેવશયની એકાદશી છે અને આ દિવસથી જ ચાતુર્માસ શરુ થશે. દેવશયની એકાદશી પર દેવ પોઢી જાય છે અને ત્યારપછી ચાતુર્માસ શરુ થાય છે. આ સમય દરમિયાન શું કરવું અને શું નહીં ચાલો જાણીએ.
Trending Photos
Chaturmas 2025: દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર માસની યોગ નિદ્રામાં જાય છે અને ત્યારથી ચાતુર્માસ શરુ થાય છે. ભગવાન વિષ્ણુની યોગ નિદ્રાના ચાર માસના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન સૃષ્ટિનું સંચાલન મહાકાલના હાથમાં હોય છે.
આ વખતે દેવશયની એકાદશી 6 જુલાઈ અને રવિવારે છે. તેથી ચાતુર્માસનો પ્રારંભ પણ 6 જુલાઈથી માન્ય રહેશે. ચાતુર્માસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. આ સમયમાં શુભ કાર્યો કરવાથી આર્થિક સમસ્યા થઈ શકે છે. 4 મહિનાના આ સમયમાં શું કરવું અને શું નહીં ચાલો જાણીએ.
ચાતુર્માસમાં શું ન કરવું ?
- ચાતુર્માસમાં લગ્ન, સગાઈ, ભુમિ પૂજન, મુંડન, વાસ્તુ, જનોઈ જેવા શુભ કાર્ય કરવા અશુભ ગણાય છે.
- ચાતુર્માસમાં નવા કાર્યની શરુઆત કરવાની પણ મનાઈ હોય છે કેમકે આ સમયે દેવ પોઢેલા હોય છે. તેથી આ સમયે શરુ કરેલું કામ સફળ થવાની સંભાવના ઓછી હોય છે.
- ચાતુર્માસમાં ઘરેથી વહુ કે દીકરીને વિદાઈ ન આપવી.
ચાતુર્માસમાં શું કરવાથી લાભ થાય ?
- ચાતુર્માસ શરુ થાય ત્યારથી પુરો થાય ત્યાં સુધી સાત્વિક આહાર લેવો. આ સમય દરમિયાન તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો.
- ચાતુર્માસ દરમિયાન ભગવાનના ભજન-કિર્તનમાં સમય પસાર કરવો જોઈએ.
- ચાતુર્માસમાં નિયમિત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી લાભ થાય છે.
- ચાતુર્માસમાં દાન-પુણ્ય જેવા કાર્ય કરવા કલ્યાણકારી છે.
- ભગવાનના નામનો જપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે