આ તારીખથી ગુજરાતમાં હવે ઘરે બેઠા બની જશે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ; RTO ઓફિસ જવાની ઝંઝટ ખતમ
Learning Driving Licence: હવે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે RTO ઓફિસની ચક્કર લગાવવાની જરૂર નથી. ગુજરાતમાં હવે લર્નિંગ લાઇસન્સ ફેસલેસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સોમવારે 7 જુલાઈના રોજથી ફેસલેસ સેવાનો પ્રારંભ થશે. જેમાં ઘર બેઠા જ RTO લર્નિંગ લાઇસન્સ નીકળી શકશે.
Trending Photos
Learning Driving Licence: ડ્રાઇવિંગ લાઇસન્સ એ વાહન ચલાવતા દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તેના વગર વાહન ચલાવવાથી દંડ ભરવાનો વારો આવી શકે છે. જો તમે વાહન ચલાવતા શીખી રહ્યા હોવ તો પણ તમારી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે એક ટેસ્ટ આપવો પડે છે. આથી ઘણા લોકો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું ટાળે છે અને આવા કિસ્સાઓમાં તેમને ઘણી વખત ચલણ પણ ભરવું પડે છે.
ટેસ્ટ આપવા માટે RTO ઓફિસ જવું અને લાંબી લાઈનમાં ઉભા રહેવું એ લોકો માટે મોટી સમસ્યા બની જાય છે. પરંતુ લર્નિંગ લાયસન્સ માટે હવે ઓનલાઇન અરજી કરી શકાય છે. રાજ્યમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ સેવાનો પ્રારંભ થશે. જેમાં તમે ઘરે બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપી શકશે. સમાંતર લર્નિંગ લાઇસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે