Grah Gochar in April: એપ્રિલમાં બની રહી છે 3 અત્યંત ખતરનાક ગ્રહ યુતિ, આ રાશિઓવાળા સંભાળીને રહેજો, નહીં તો જીવન ખેદાનમેદાન થઈ જશે

એપ્રિલ મહિનામાં મનના કારક ચંદ્રમા, આત્માના કારક સૂર્ય અને ભૂમિપુત્ર મંગળ રાશિ બદલશે. જેનાથી ખતરનાક યોગ બનશે અને તેનો પ્રભાવ અનેક રાશિઓ પર પડશે. 

Grah Gochar in April: એપ્રિલમાં બની રહી છે 3 અત્યંત ખતરનાક ગ્રહ યુતિ, આ રાશિઓવાળા સંભાળીને રહેજો, નહીં તો જીવન ખેદાનમેદાન થઈ જશે

Grah Gochar April 2025: એપ્રિલ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. ગ્રહો નક્ષત્રોના ગોચર અર્થે પણ આ મહિનો ખાસ છે. સમયાંતરે તમામ ગ્રહો ગોચર એટલે કે રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે. અનેકવાર ગ્રહોના ગોચરથી અન્ય ગ્રહો સાથે યુતિ પણ બને છે. જેની શુભ કે અશુભ અસર રાશિઓ પર પડતી હોય છે. એપ્રિલ મહિનામાં પણ ગ્રહોના ગોચર બાદ 3 ખતરનાક યોગ બનવાના છે. જેનાથી કેટલીક રાશિના જાતકોએ સંભાળીને રહેવાની જરૂર છે. 

શનિ-બુધની યુતિ
શનિ હાલ પૂર્વાભદ્રપદ નક્ષત્રમા છે. 3 એપ્રિલ 2025થી આ નક્ષત્રમાં બુધ પણ આવશે જેના કારણે શનિ અને બુધની યુતિ બનશે. 

કઈ રાશિઓ પર નકારાત્મક અસર
બુધ અને શનિની યુતિ બનવાથી સિંહ, વૃશ્ચિક અને મકર રાશિવાળાએ ખાસ સાવધાની વર્તવાની જરૂર છે. 

સૂર્ય-શનિ યુતિ
14 માર્ચથી સૂર્ય મીન રાશિમાં છે અને 29 માર્ચના રોજ શનિ પણ ગોચર કરીને મીન રાશિમાં આવી ચૂક્યા છે. આવામાં 14 એપ્રિલ સુધી સૂર્ય અને શનિની યુતિ મીન રાશિમાં બનશે. સૂર્ય અને શનિની યુતિથી ગ્રહણ યોગનું નિર્માણ થયું છે. જે કેટલીક રાશિના જાતકો માટે શુભ નહીં હોય. 

કોણે સાવધાન રહેવાની જરૂર
પિતા પુત્ર મીન રાશિમાં ભેગા થવાથી મેષ, સિંહ, કન્યા, ધનુ અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિઓએ આ સમય પરિવાર, કરિયર અને આર્થિક મામલાઓમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે. 

સૂર્ય શુક્ર અને શનિની યુતિ
એપ્રિલ મહિનામાં સૂર્ય, શુક્ર અને શનિની યુતિ મીન રાશિમાં થવા જઈ રહી છે. શુક્ર, શનિ, અને સૂર્યની મીન રાશિમાં યુતિ 14 એપ્રિલ સુધી રહેશે. 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિની યુતિથી ત્રિગ્રહી યોગ બન્યો છે. 

કોણે રહેવું પડશે સતર્ક
ત્રણ ગ્રહોની યુતિને જ્યોતિષમાં પ્રતિકૂળ મનાય છે. સૂર્ય શનિ અને શુક્ર એક સાથે રેહવાથી શારીરિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. વૈવાહિક જીવન અશાંત રહી શકે છે અને નૈતિકતાની કમી આવે છે. આ યુતિના કારણે 14 એપ્રિલ સુધી મીન, તુલા, અને ધનુ રાશિવાળાએ સતર્ક રહેવાની જરૂર પડશે. 

શુક્ર-મંગળ યુતિ
શુક્ર મીન રાશિમાં 31 મે સુધી રહેશે. જ્યારે 29 જૂન સુધી મંગળ પણ આ રાશિમાં રહેશે. આવામાં આ સમય મીન રાશિમાં શુક્ર અને મંગળનો સંયોગ બની રહ્યો છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news