Raksha Bandhan 2025: 8 કે 9 ઓગસ્ટ, આ વખતે ક્યારે છે રક્ષાબંધન? જાણો સાચી તારીખ, મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Raksha Bandhan 2025 Date: શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ભાઈ-બહેનના અતૂત પ્રેમના પ્રતીક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રાખડી બાંધવાની તિથિને લઈને થોડુ અસમંજસ છે. જાણો સાચી તિથિ.

 Raksha Bandhan 2025: 8 કે 9 ઓગસ્ટ, આ વખતે ક્યારે છે રક્ષાબંધન? જાણો સાચી તારીખ, મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Rakshabandhan: દેશભરમાં ધામધૂમથી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષાનો સંકલ્પ કરે છે. રક્ષાબંધનના દિવસે કાંડા પર બાંધવામાં આવેલ રાખડી માત્ર દોરો નહીં, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને કર્તવ્યનું પ્રતીક હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનની તિથિને લઈને થોડી મુંઝવણ થઈ ગઈ છે. આવો જાણીએ ક્ષાબંધનની સાચી તારીખ, રાખડી બાંધવાનું મુહૂર્ત અને ધાર્મિક મહત્વ..

ક્યારે છે રક્ષાબંધન 2025?
શ્રાવણ મહિનાની પૂનમની તિથિનો પ્રારંભઃ 8 ઓગસ્ટ 2025ના બપોરે 2 કલાક 12 મિનિટથી
શ્રાવણ મહિનાની પૂનમ તિથિ સમાપ્તઃ 9 ઓગસ્ટ બપોરે 1 કલાક 24 મિનિટ પર
રક્ષાબંધનની તિથિઃ ઉદયા તિથિ પ્રમાણે રક્ષાબંધનની ઉજવણી 9 ઓગસ્ટ 2025ના કરવામાં આવશે.

રક્ષાબંધન 2005 શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4 કલાક 22 મિનિટથી 5 કલાક 4 મિનિટ સુધી
અભિજીત મુહૂર્તઃ બપોરે 12 કલાક 17 મિનિટથી 12 કલાક 53 મિનિટ સુધી રહેશે
સૌભાગ્ય યોગઃ 4 કલાક 1 મિનિટથી 10 ઓગસ્ટે સવારે 2 કલાક 15 મિનિટ સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગઃ 9 ઓગસ્ટ બપોરે 2 કલાક 23 મિનિટ સુધી

રાખડી બાંધવાના મુહૂર્ત
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ ભદ્રા વગર રાખડી બાંધી શકે છે. આ દિવસે સવારે 5 કલાક 35 મિનિટથી બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રાખડી બાંધવાનું સૌથી સારૂ મુહૂર્ત છે.

રક્ષાબંધન 2025 ભદ્રાના સાયો છે કે નહીં
કોઈપણ માંગલિક કે શુભ કામને લઈને પહેલા ભદ્રા કાળ જરૂર જોવામાં આવે છે, જેનાથી તે કામમાં કોઈ પ્રકારના અશુભ પરિણામ સામે ન આવે. તેવામાં રક્ષાબંધનમાં ભદ્રાને જરૂર ધ્યાનમાં રાખવામાં આવે છે. મહત્વનું છે કે આ વર્ષે બહેનો કોઈ ચિંતા વગર ભાઈને રાખડી બાંધી શકે છે. પંચાગ અનુસાર આ વર્ષે ભદ્રા 8 ઓગસ્ટે બપોરે 2 કલાક 12 મિનિટ પર શરૂ થશે, જે 9 ઓગસ્ટ મોડી રાત્રે 1 કલાક 52 મિનિટ સુધી રહેશે.

રક્ષાબંધન પર બની રહ્યાં છે શુભ યોગ
આ વર્ષે રક્ષાબંધન પર નવપંચમ, સૌભાગ્ય, સર્વાર્થ સિદ્ધિ, પ્રતિયુતિ, માલવ્ય, બુધાદિત્ય જેવા રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં ઘણી રાશિઓને લાભ મળી શકે છે.

રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનું પર્વ નથી પરંતુ તે વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં જોડાયેલું છે. આ પર્વ રક્ષા, ધર્મ, કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે. આ દિવસ મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચતિલ છે. આ કથાઓ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સંબંધિત છે.

મંત્ર
'ૐ યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ'
તેન ત્વામભિબદ્ધાનિ રક્ષે મા ચલ મા ચલ!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news