Surya Grahan: વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ આ 4 રાશિઓ માટે ખતરનાક, જીવનમાં લાવશે મુશ્કેલી!

Surya Grahan 21 September 2025: વર્ષ 2025નું છેલ્લું સૂર્ય ગ્રહણ લાગવાનું છે. આ સૂર્ય ગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે. સૂર્ય ગ્રહણને કારણે કેટલીક રાશિઓ પર દુષ્પ્રભાવ પડશે.

Surya Grahan: વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ આ 4 રાશિઓ માટે ખતરનાક, જીવનમાં લાવશે મુશ્કેલી!

Surya Grahan 2025: વર્ષ 2025નું છેલ્લું સૂર્ય ગ્રહણ જ્યોતિષીય દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે. આ ગ્રહણ ન માત્ર ખગોળીય ઘટના છે, પરંતુ ઘણી રાશિઓના જીવનમાં મોટો ફેરફાર લાવનાર સાબિત થઈ શકે છે. સૂર્ય ગ્રહણનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે, પરંતુ કેટલીક રાશિઓ પર તેની અસર વિશેષ રૂપથી જોવા મળે છે.

વર્ષ 2025નું છેલ્લું સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બર 2025 (રવિવાર) ના જોવા મળશે. આ ગ્રહણ કંકણાકૃતિ (Annular Solar Eclipse) હશે અને તેનો ખગોળીય પ્રભાવ ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, દક્ષિણ પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગમાં જોવા મળશે. પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં, પરંતુ તેનો જ્યોતિષીય પ્રભાવ બધી રાશિઓ પર જરૂર પડશે.

કઈ રાશિઓ પર પડશે ગ્રહણનો પ્રભાવ?
21 સપ્ટેમ્બર 2025ના લાગનાર સૂર્ય ગ્રહણ કન્યા રાશિ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં લાગશે. તેથી તેનો પ્રભાવ કન્યા રાશિના જાતકો પર વિશેષ પડશે. આ સિવાય મિથુન, મીન અને ધન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ ગ્રહણ માનસિક તણાવ, આત્મવિશ્વાસની કમી અને કાર્યમાં વિઘ્નો લાવી શકે છે. આ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને ટાળવો સારૂ રહેશે.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય અને પારિવારિક મામલામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. બિનજરૂરી વિવાદોથી દૂર રહો.

મીન રાશિ
મીન રાશિના જાતકોએ કરિયર અને આર્થિક મામલામાં સાવચેતી રાખવી પડશે. ખર્ચમાં વધારો અને ભ્રમની સ્થિતિ બની શકે છે. 

ધન રાશિ
ધન રાશિ માટે આ ગ્રહણ સંબંધો અને કાયદાકીય મામલામાં તણાવ લાવી શકે છે. કોઈ દસ્તાવેદ પર હસ્તાક્ષર કરતા પહેલા સાવચેતી રાખો.

જો કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, પરંતુ તેનો જ્યોતિષીય પ્રભાવ ઊંડો હોઈ શકે છે. ખાસ કરી કન્યા, મિથુન, મીન અને ધન રાશિના જાતકોને આ દરમિયાન સંયમ અને સાવચેતી સાથે નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે. ગ્રહણ પહેલા સૂર્યના મંત્રોનો જાપ, દાન-પુણ્ય અને સ્નાન-ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news