ICCએ ફટકારી સજા તો ગુસ્સે થયો બેન સ્ટોક્સ, નિયમો પર ઉઠાવ્યા સવાલ

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી રોમાંચક તબક્કામાં છે. ઇંગ્લેન્ડની ટીમ ભલે શ્રેણીમાં 2-1થી આગળ હોય, પરંતુ ટીમને પોઈન્ટ ટેબલમાં જીતનો પૂરો લાભ મળ્યો નથી. લોર્ડ્સમાં વિજય પછી ICCએ ધીમા ઓવર રેટને કારણે ટીમને દંડ ફટકાર્યો હતો. જેના પછી બેન સ્ટોક્સ ચિંતિત છે.

ICCએ ફટકારી સજા તો ગુસ્સે થયો બેન સ્ટોક્સ, નિયમો પર ઉઠાવ્યા સવાલ

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ચોથી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે, છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને જીત તો મળી હતી, પરંતુ સાથે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. લોર્ડ્સમાં વિજય બાદ ICCએ ધીમા ઓવર રેટને કારણે ટીમને સજા આપી હતી. જેના કારણે બેન સ્ટોક્સ અકળાયો હતો. તેણે ચોથી ટેસ્ટ પહેલા પોતાની ભૂલ સ્પષ્ટ કરી હતી. આ સાથે તેણે ICCના નિયમો પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

ICCએ 2 પોઈન્ટ કાપ્યા હતા

લોર્ડ્સ ટેસ્ટમાં વિજય બાદ ICCએ ઇંગ્લેન્ડની ટીમને ધીમા ઓવર રેટ માટે દંડ ફટકાર્યો અને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2 પોઈન્ટ પણ કાપ્યા. ઇંગ્લેન્ડની ટીમને પોઈન્ટ ટેબલમાં પણ નુકસાન સહન કરવું પડ્યું. હવે ટોચ પર આવવા માટે ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં ભારતને ફરીથી હરાવવું પડશે. ચોથી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટને આમાં ફેરફારની માંગ કરી.

બેન સ્ટોક્સે શું કહ્યું ?

સ્ટોક્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ઓવર રેટ એવી વસ્તુ નથી જેની હું ચિંતા કરું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે હું જાણી જોઈને વસ્તુઓ ધીમી કરું છું. પરંતુ, મને ખરેખર લાગે છે કે તેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. એશિયામાં જ્યાં 70 ટકા ઓવર સ્પિન બોલિંગ દ્વારા નાખવામાં આવે છે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સમાન નિયમો લાગુ કરી શકાતા નથી.'

સ્ટોક્સે સમજાવ્યું કે નિયમ કેમ બદલવો જોઈએ ?

બેન સ્ટોક્સે પેસર્સ અને સ્પિનરોની તુલના કરતી વખતે સમજાવ્યું કે આ નિયમ કેમ બદલવાની જરૂર છે. તેણે આ મુદ્દા પર આગળ કહ્યું, 'અહીં 70-80 ટકા ઓવર ઝડપી બોલરો દ્વારા નાખવામાં આવે છે. સ્પિનરને ઓવરમાં સીમરના ઓવર કરતાં ઓછો સમય લાગે છે. તેથી તમારે વિવિધ ખંડોમાં ઓવર રેટ સમય બદલવાનું વિચારવું જોઈએ.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news