Champions Trophy: જો વરસાદના કારણે IND vs AUS સેમીફાઈનલ રદ થાય તો કોને મળશે ફાઈનલની ટિકિટ? ખાસ જાણો

IND vs AUS Champions trophy 2025 semifinal: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમી ફાઈનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ સાઉથ આફ્રીકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે. દુબઈમાં રમાનારી મેચમાં વરસાદની શક્યતા આમ તો ઓછી છે પરંતુ જો પડે તો શું? ખાસ જાણો. 

Champions Trophy: જો વરસાદના કારણે IND vs AUS સેમીફાઈનલ રદ થાય તો કોને મળશે ફાઈનલની ટિકિટ? ખાસ જાણો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ પોતાના નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટની પહેલી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો કાંગારુ ટીમ સાથે થશે. 4 માર્ચના રોજ આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમી ફાઈનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે સાઉથ આફ્રીકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં સતત વરસાદની ખલેલ જોવા મળી છે. 3 મેચનું પરિણામ આવી શક્યું નથી. ત્યારે જો આજની મેચમાં વરસાદ પડે તો કોણ ફાઈનલમાં જાય?

સેમી ફાઈનલ માટે રિઝર્વ ડે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે દુબઈમાં સેમીફાઈનલ રમાશે. જો કે દુબઈમાં વરસાદના કારણે મેચ રદ થાય તેવી શક્યતા નહિવત છે. પરંતુ જો વરસાદ પડે તો મેચને તે દિવસે પૂરી કરાવવાની કોશિશ કરાશે. જો આ શક્ય નહીં બને તો મેચ રિઝર્વ ડે પર જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ થશે. બંને સેમીફાઈનલ માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. 

રિઝર્વ ડે પર પરિણામ ન આવે તો
જો રિઝર્વ ડે ઉપર પણ સેમીફાઈનલનું પરિણામ ન નીકળે તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચે? આઈસીસીના નિયમ મુજબ જો આમ થાય તો ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમ આગામી રાઉન્ડમાં જશે. ભારતીય ટીમ પોતના ગ્રુપમાં ટોપ પર હતી અને ઓસ્ટ્રેલિયા તેના ગ્રુપમાં બીજા નંબરે. નિયમ મુજબ સેમી ફાઈનલ જો ન રમાય તો ગ્રુપ રાઉન્ડમાં ટોપ પર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે. 

કોને થશે ફાયદો
ભારતે ગ્રુપ રાઉન્ડમાં પોતાની તમામ મેચો જીતી હતી. તે છ અંક સાથે ગ્રુપ બીમાં ટોપ પર રહ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ટીમે પહેલી મેચમાં ઈંગ્લેન્ડને માત આપી. જ્યારે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રીકા વિરુદ્ધ તેમની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ. આમ છતાં તે ચાર અંક સાથે બીજા સ્થાન પર રહ્યું અને સેમીફાઈનલ માટે ક્વોલીફાય કરી ગયું. ભારત ઓસ્ટ્રેલિયાથી સારી સ્થિતિમાં હતું. આ કારણે જો સેમીફાઈનલ ન રમાઈ શકે તો ભારતને ફાઈનલની ટિકિટ મળી શકે. 

મેચમાં વરસાદની શક્યતા કેટલી
મેચ રદ થવાની જોકે શક્યતા ઓછી છે. ચાર માર્ચના રોજ મંગળવારે દુબઈનું હવામાન સાફ રહેશે. આખો દિવસ તડકો નીકળશે અને વરસાદની શક્યતા નથી. ભારતની ટુર્નામેન્ટની અગાઉની કોઈ મેચમાં વરસાદની અસર જોવા મળી નહતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news