IND vs ENG: ટીમ ઈન્ડિયામાં બે ચોંકાવનારા નામોની થશે એન્ટ્રી, શનિવારે જાહેર થશે સ્ક્વોડ

IND vs ENG Test Squad: ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 24 મે, શનિવારે થઈ શકે છે. આ વચ્ચે ટીમમાં કયા-કયા ખેલાડીને તક મળશે તેની માહિતી સામે આવી છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયામાં બે ચોંકાવનારા નામોની થશે એન્ટ્રી, શનિવારે જાહેર થશે સ્ક્વોડ

India vs England Test Squad: આઈપીએલના રોમાંચ વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ મેચની ટેસ્ટ સિરીઝને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ શનિવારે ટીમની જાહેરાત કરી શકે છે. આ વચ્ચે કયા ખેલાડીને ટેસ્ટ ટીમને કમાન મળશે તે મુદ્દો ખૂબ ચર્ચામાં છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ નવા રંગરૂપમાં ભારતીય ટીમ જોવા મળશે. તેવામાં પ્રાપ્ત માહિતી અનુસાર ટીમમાં બે ચોંકાવનારા નામની એન્ટ્રી થઈ શકે છે.

શુભમન ગિલ બની શકે છે કેપ્ટન
રોહિત શર્માની નિવૃત્તિ બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ તેની જગ્યાએ ટીમની કમાન સંભાળશે. આ વચ્ચે ક્રિકબઝના હવાલાથી સામે આવ્યું છે કે જે ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી, તે ખેલાડીઓને ફરી તક મળી શકે છે. એટલે કે રોહિત અને વિરાટ ટીમમાં હશે નહીં. આ સિવાય કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. 

કરૂણ નાયરની થઈ શકે છે વાપસી
આ વચ્ચે રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું કે કરૂણ નાયરની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ શકે છે. કરૂણ નાયરે ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો વરસાદ કર્યો છે. તેણે રણજી ટ્રોફીમાં ચાર સદીની મદદથી કુલ 863 રન ફટકાર્યા હતા. આ સિવાય વિજય હઝારે ટ્રોફીની 8 ઈનિંગમાં પાંચ સદીની મદદથી 779 રન બનાવ્યા હતા. નાયરને ઈન્ડિયા એ ટીમમાં તક આપવામાં આવી છે. એટલે કે તે પહેલા ઈંગ્લેન્ડ પહોંચી જશે. તેવામાં તેને સીનિયર ટીમમાં પણ તક મળી શકે છે.

સાઈ સુદર્શનની પણ થઈ શકે છે પસંદગી
આ સિવાય અન્ય નામ ચર્ચામાં છે તે સાઈ સુદર્શન છે. સાઈ સુદર્શન આઈપીએલમાં આ સમયે ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યો છે અને તેણે 630થી વધુ રન ફટકાર્યા છે. પ્રથમવાર સુદર્શનને ટેસ્ટ ટીમમાં તક મળી શકે છે. આ વચ્ચે સરફરાઝ ખાન પણ ટીમમાં સામેલ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમમાં સામેલ દેવદત્ત પડિક્કલ બહાર થઈ શકે છે. બીસીસીઆઈ 24 મે શનિવારે બપોર બાદ ટીમની જાહેરાત કરી શકે છે.

ઈંગ્લેન્ડ સિરીઝ માટે ભારતની સંભવિત ટીમઃ શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, સાઈ સુદર્શન, સરફરાઝ ખાન, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, હર્ષિત થાકુર રાણા અને શરદુલ યાકૂલ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news