કરુણ નાયર સાથે ગજબ 'ખેલ'...શુભમન ગિલે પહેલા કરી પ્રશંસા અને પછી પ્લેઈંગ-11માંથી કર્યો બહાર
Karun Nair : ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટર ટેસ્ટ માટે તેની પ્લેઈંગ-11માં કુલ 3 ફેરફાર કર્યા. શુભમન ગિલે આ દરમિયાન એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. ગિલે ટીમ ઈન્ડિયાના ખેલાડીને પ્લેઈંગ 11માંથી બહાર કરી દીધો, જેનો તેણે પ્રેસ કોન્ફરન્સમાં બચાવ કર્યો હતો.
Trending Photos
Karun Nair : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. આ મેચ માટે કેપ્ટન શુભમન ગિલે પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ મોટા ફેરફાર કર્યા છે. આકાશદીપ અને નીતિશ રેડ્ડીના સ્થાને અંશુલ કંબોજ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે કરુણ નાયરના સ્થાને સાઈ સુદર્શનને તક મળી છે.
છેલ્લી ત્રણ મેચમાં કરુણ નાયરનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તે 6 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. તેથી એવું લાગતું હતું કે કરુણ નાયરને ચોથી ટેસ્ટમાં તક નહીં મળે. આવું જ થયું. જોકે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગિલે કરુણ નાયરની પ્રશંસા કરી હતી અને બાદમાં ખેલાડીને પ્લેઈંગ 11માંથી બહાર કરી દીધો હતો.
ગિલે નાયરનો બચાવ કર્યો
માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં કરુણ નાયરના બેટિંગ ફોર્મનો બચાવ કર્યો હતો. પરંતુ આ મેચ માટે તેને પ્લેઇંગ 11માં પસંદ કરવામાં આવ્યો નહોતો. પ્રેસ કોન્ફરન્સમાં કરુણ નાયર વિશે વાત કરતા શુભમન ગિલે કહ્યું, 'અમને લાગે છે કે તે સારી બેટિંગ કરી રહ્યો છે. તેને શરૂઆતની મેચમાં તેના મનપસંદ ક્રમમાં બેટિંગ કરવાની તક મળી નથી. તેની બેટિંગમાં કોઈ સમસ્યા નથી. એકવાર તમે 50 રન સુધી પહોંચી શકો અને યોગ્ય લયમાં આવી જાઓ, તો તમે મોટો સ્કોર કરી શકો છો.' ગિલના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે તે નાયરની ક્ષમતા પર વિશ્વાસ કરી રહ્યો હતો અને માન્ચેસ્ટર ટેસ્ટમાં તેને તક આપવાના મૂડમાં હતો.
નાયર સાથે ખેલ થઈ ગયો !
પરંતુ ટોસ સમયે ગિલના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. કરુણ નાયરનો પ્લેઇંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. આ નિર્ણય પણ ચર્ચામાં આવ્યો કારણ કે નાયરે તાજેતરની સ્થાનિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેની ટેસ્ટ વાપસીને એક મોટી તક તરીકે જોવામાં આવી રહી હતી. કરુણ નાયરની જગ્યાએ સાઈ સુદર્શનને આ મેચમાં રમવાની તક મળી છે. તેણે શરૂઆતની મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને પછી તેને પડતો મુકવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે