વાહ માહી વાહ! MS ધોનીએ IPLમાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી
MS Dhoni Record: એલએસજી સામે એમએસ ધોનીને 11 બોલમાં 26 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સાથે માહીએ આઈપીએલમાં ઈતિહાસ રચી દીધો છે.
Trending Photos
MS Dhoni Record: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે માત્ર 11 બોલમાં 4 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 26 રનની અણનમ ઈનિંગ રમી હતી અને 3 બોલ બાકી રહેતા હારેલી મેચમાં પોતાની ટીમને 5 વિકેટે જીત અપાવી હતી. સીએસકેની આ સિઝનમાં બીજી જીત છે.
આ મેચ વિનિંગ ઇનિંગ્સ માટે ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેણે આઈપીએલમાં 6 વર્ષ બાદ આ એવોર્ડ જીત્યો છે અને આ સાથે તેણે ઈતિહાસ પણ રચ્યો છે. માહી IPLના ઈતિહાસમાં પ્લેયર ઓફ ધ મેચ બનનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર બન્યો છે. જોકે, જ્યારે તેને આ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
માત્ર 25 વર્ષની ઉંમરે જીત્યો હતો પહેલો એવોર્ડ
એમએસ ધોનીએ આ મામલે પ્રવીણ તાંબેનો રેકોર્ડ તોડ્યો છે. પ્રવીણે 43 વર્ષ અને 60 દિવસની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો. જ્યારે ધોનીએ 43 વર્ષ અને 281 દિવસની ઉંમરમાં ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં આ તેનું 18મું પ્લેયર ઓફ ધ મેચ ટાઈટલ છે. તેણે 25 વર્ષની ઉંમરે 2008માં IPLમાં પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો. આ પછી તેણે છેલ્લી વખત 2019માં આ ખિતાબ જીત્યો હતો.
'તે મને આ એવોર્ડ કેમ આપી રહ્યા છે?'
મેચ બાદ ધોનીએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યા બાદ જણાવ્યું હતું કે, હું વિચારી રહ્યો હતો કે તેઓ મને આ એવોર્ડ કેમ આપી રહ્યા છે? મેચ અંગે ધોનીએ કહ્યું કે મેચ જીતવી સારી વાત છે. જ્યારે તમે આવી ટૂર્નામેન્ટ રમો છો ત્યારે તમે મેચ જીતવા માંગો છો. કમનસીબે અગાઉની મેચો કેટલાક કારણોસર અમારી તરફેણમાં ગઈ ન હતી. અમારી જીત સારી છે. આ સમગ્ર ટીમને આત્મવિશ્વાસ આપે છે અને અમને તે ક્ષેત્રોમાં સુધારો કરવામાં મદદ કરે છે.
'તે એક કઠિન મેચ હતી'
તેણે વધુમાં જણાવ્યું હતું કે આ એક કઠીન મેચ હતી. જો તમે પાવરપ્લે પર નજર નાખો, તો તે સંયોજનો હોય કે પરિસ્થિતિઓ, અમે બોલ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. પછી એક બેટિંગ યુનિટ તરીકે અમે વિચાર્યું હતું તેવી શરૂઆત કરી શક્યા નહીં. અમે ખોટા સમયે વિકેટ ગુમાવતા રહીએ છીએ. તેનું એક કારણ એ છે કે ચેન્નાઈની વિકેટ થોડી ધીમી છે. જ્યારે અમે ઘરની બહાર રમીએ છીએ ત્યારે બેટિંગ યુનિટે થોડું સારું પ્રદર્શન કર્યું છે. કદાચ આપણે એવી વિકેટો પર રમવાની જરૂર છે જે થોડી સારી હોય જેથી બેટ્સમેનોને તેમના શોટ રમવાનો આત્મવિશ્વાસ મળે. તમે ડરપોક ક્રિકેટ રમવા માંગતા નથી.
4️⃣3️⃣ Year Old Young Gun! 🦁7️⃣
THALA THALA DHAAN! #LSGvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/LoNY1ptp8J
— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2025
'બોલિંગ યુનિટ તરીકે અમે સારું પ્રદર્શન કર્યું'
ધોનીએ જણાવ્યું છે કે અમે ફેરફારો કર્યા છે અને તે એક સારું આક્રમણ લાગી રહ્યું છે. એક બોલિંગ યુનિટ તરીકે અમે સારું પ્રદર્શન કર્યું છે. એક બેટિંગ યુનિટ તરીકે અમે વધુ સારું કરી શકીએ છીએ. ભૂમિકાઓ અને જવાબદારીઓ એ છે જેના વિશે આપણે વાત કરીએ છીએ. જો તમે સારી શરૂઆત કરો છો અને તમે એવા ખેલાડી છો જે ઇનિંગ્સના અંત સુધી રમી શકે છે તો કેમ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે