આ ફળ ફ્રિજમાં રાખશો તો બગડી જશે સ્વાદ, સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
જો તમને પણ લાગે છે કે બધા ફળોને ફ્રિજમાં રાખવાથી તેને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવી શકાય છે. તો તમારે તમારી આ ગેરસમજણ દૂર કરી લેવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ ગરમીમાં ફળ અને શાકભાજીને ખરાબ થતાં બચાવવા માટે લોકો હંમેશા ફ્રિજનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાલ ફળો અને શાકભાજીને ફ્રિજમાં ન રાખવા જોઈએ? આવો તમને કેટલાક ફળ વિશે જણાવીએ જેને ફ્રિજમાં રાખવાથી તેના સ્વાદમાં ફેરફાર આવે છે. એટલું જ નહીં કેટલાક ફળને ફ્રિજમાં રાખવાથી તેની બનાવટ પર પણ ખરાબ અસર પડે છે.
ખાટ્ટા ફળોને ફ્રિજમાં ન રાખવા જોઈએ
શું તમે પણ ખાટ્ટા ફળોને ફ્રિજમાં રાખો છો? જો હા તો તમારે તમારી આ આદત સુધારી લેવી જોઈએ. સંતરા-લીંબુમાં સિટ્રિક એસિડ હોય છે અને આ પ્રકારના ફળ ફ્રિજની ઠંડક સહન કરી શકતા નથી. આ કારણ છે કે તેને ફ્રિજમાં રાખવાથી બચવું જોઈએ.
કેળા, કેરી અને પીચ
જો તમે કેળાને ફ્રિજમાં રાખો છો તો કેળાની છાલ ઝડપથી કાળી થઈ શકે છે. કેળાને ફ્રિજમાં રાખવાથી તે ઝડપથી બગડી શકે છે. આ સિવાય કેરીને ફ્રિજમાં રાખવાથી પણ બચવું જોઈએ. કેળા અને કેરી સિવાય તમારે પીચ અને ચેરી જેવા બીજવાળા ફળોને પણ ફ્રિજમાં ન રાખવા જોઈએ નહીં તો આ ફળો બરાબર પાકશે નહીં.
તરબૂચ
શું તમે પણ તરબૂચને ફ્રિજમાં રાખો છો? જો હા તો તમારી આ ભૂલ ભારે પડી શકે છે. જો તમે તરબૂચને કટ કરી ફ્રિજમાં રાખો છો તો તેના પોષકતત્વો નાશ પામે છે. ફ્રિજમાં રાખેલું તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને પણ ઓછો લાભ મળે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે