WTC Final 2025 : સાઉથ આફ્રિકાએ રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી બન્યું ટેસ્ટ ચેમ્પિયન

WTC Final 2025 AUS vs SA : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ ઈતિહાસ રચ્યો છે. 

WTC Final 2025 : સાઉથ આફ્રિકાએ રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી બન્યું ટેસ્ટ ચેમ્પિયન

WTC Final 2025 AUS vs SA :  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને સાઉથ આફ્રિકાએ ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે. 

દક્ષિણ આફ્રિકાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25)નો ખિતાબ જીતી લીધો છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ મેચમાં, દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 282 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે રમતના ચોથા દિવસે લંચ પહેલા હાંસલ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ પછી ICC ટાઇટલ જીત્યું છે. આ પહેલા, તેણે 1998માં (વિલ્સ ઇન્ટરનેશનલ કપ) પોતાનું પહેલું ICC ટાઇટલ જીત્યું હતું. તમને જણાવી દઈએ કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં 212 રન અને બીજી ઇનિંગમાં 207 રન બનાવ્યા હતા. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ 138 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ ઇનિંગના આધારે, ઓસ્ટ્રેલિયાને 74 રનની લીડ મળી હતી, જેના કારણે તેણે દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

 

How the final day unfolded ➡️ https://t.co/BjRy7oF0Sd pic.twitter.com/GZsC1iKddr

— ICC (@ICC) June 14, 2025

બાવુમા-માર્કરમે પલટી મેચ

ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ તેની બીજી ઇનિંગમાં 70 રનના સ્કોર પર તેની બીજી વિકેટ ગુમાવી દીધી. અહીંથી, એડન માર્કરમે અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ બાજી સંભાળી હતી. ત્રીજી વિકેટ માટે બંને વચ્ચે 147 રનની ભાગીદારી થઈ, જેનાથી દક્ષિણ આફ્રિકાનું કામ સરળ બન્યું. માર્કરમે 101 બોલમાં 11 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂર્ણ કરી. આ તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી હતી. માર્કરમ ICC ઇવેન્ટની ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન બન્યો. માર્કરમ 136 રન બનાવીને આઉટ થયો હતો. અંતે ટીમે 5 વિકેટ ગુમાવીને 282 રનનો ટાર્ગેટ હાંસલ કરીને શાનદાર જીત નોંધાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news