ક્રિકેટ જગતમાં ખળભળાટ... ટેસ્ટ સિરીઝ વચ્ચે સ્ટાર ખેલાડી પર લાગ્યો 11 મહિલાઓ સાથે દુષ્કર્મનો ગંભીર આરોપ

Cricketer Rape Allegation: ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણી ટીમો હાલમાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ દરમિયાન એક સમાચારે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે.

ક્રિકેટ જગતમાં ખળભળાટ... ટેસ્ટ સિરીઝ વચ્ચે સ્ટાર ખેલાડી પર લાગ્યો 11 મહિલાઓ સાથે દુષ્કર્મનો ગંભીર આરોપ

Cricketer Rape Allegation: ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણી ટીમો હાલમાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ દરમિયાન એક સમાચારે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયન ટીમ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. બન્ને ટીમો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ બારબાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે. આ દરમિયાન એક ક્રિકેટરે 11 મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે.

વિન્ડીઝના ક્રિકેટર પર લાગ્યો ગંભીર આરોપ
હાલમાં વેસ્ટ ઈન્ડિઝની સિનિયર રાષ્ટ્રીય ટીમનો ભાગ રહેલા એક ક્રિકેટર પર જાતીય સતામણી અને બળાત્કારનો આરોપ લાગ્યો છે. કેરેબિયનમાં એક મીડિયા રિપોર્ટ અનુસાર એક કિશોરી સહિત 11 મહિલાઓએ આ ક્રિકેટર પર બળાત્કાર, જાતીય સતામણી અથવા અનિચ્છનીય જાતીય સંબંધોનો આરોપ લગાવ્યો છે. Kaieteur News અનુસાર આ ક્રિકેટર ગુયાનાનો છે અને ઘણી મહિલાઓએ ગુયાનાના કાયદા અમલીકરણ અધિકારીઓ પાસે તેની વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હોવાના અહેવાલ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ મામલાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં ગુયાના પોલીસને આ ઘટનાની જાણ કરનાર એક મહિલા ઇન્ટરવ્યુ દરમિયાન ભાવનાત્મક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી અને બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર આ મામલાની તપાસ ચાલી રહી છે. બીજી એક મહિલાના પરિવારે આરોપ લગાવ્યો છે કે, 3 માર્ચ 2023ના રોજ બર્બિસના ન્યૂ એમ્સ્ટરડેમમાં એક ઘરમાં ક્રિકેટર દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તે સમયે તે 18 વર્ષની હતી. Kaieteur Newsના પ્રારંભિક રિપોર્ટ બાદ ઘણી મહિલાઓ આ પ્રકારના આરોપો સાથે આગળ આવી અને સ્ક્રીનશોટ, મેસેજ, વોઇસ નોટ્સ અને મેડિકલ રેકોર્ડ્સ સહિત અનેક પુરાવા રજૂ કર્યા.

ક્રિકેટ બોર્ડે આપ્યું આ નિવેદન 
આ બધા વચ્ચે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે કહ્યું કે, તે પરિસ્થિતિથી વાકેફ નથી. જ્યારે એક ટેલિવિઝન ચેનલે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના પ્રમુખ કિશોર શાલોને પૂછ્યું કે, શું તેઓ ખેલાડી સામેના આરોપોથી વાકેફ છે, ત્યારે તેમણે કહ્યું કે, 'ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ પરિસ્થિતિથી અજાણ છે અને તેથી હાલમાં તેના પર ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news