ઈન્ડિયન રેલવે News

અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારું દેશનું પ્રથમ સ્ટેશન
Jul 23,2020, 8:57 AM IST
1 જૂનથી ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં 34 ટ્રેન દોડશે, આ રહ્યું લિસ્ટ
કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા 1 જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા 1 જૂનથી ગુજરાતમાંથી 34 જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધુ 24 ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે પણ એક ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ 34 ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. 
May 29,2020, 9:36 AM IST
1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી
કોરોનાના કારણે દેશમાં પહેલીવાર લાંબો સમય સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો છે, ત્યારે 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન રેલવેના પાટા પર પરત ફરશે. આ વખતે આ ટ્રેનોને સ્પેશિયલ નંબર સાથે દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેનોનો નંબર સામાન્ય નંબરોથી અલગ હશે. તેઓને સ્પેશિયલ નંબર લગાવીને દોડાવવામા આવશે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. ત્યારે 1 જૂન, 2020થી શરૂ થવા જઈ રહેલ ટ્રેનોમાં ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતને 10 ટ્રેનો મેળી છે. જેમાંથી મોટાભાગની અમદાવાદ રેલવે સ્ટેશન (ahmedabad railway station) થી જ દોડશે. 
May 22,2020, 8:40 AM IST

Trending news