હવે કર્મચારીઓને કંઈ પણ ન કરવા માટે રૂપિયા આપી રહ્યું છે Google, આખરે કેમ... શું છે આમાં ફાયદો?

Google Trending Job Viral: ગુગલ તેમના કેટલાક કર્મચારીઓને કોઈપણ કામ ન કરવા બદલ પગાર આપી રહ્યું છે, જેથી તેઓ અન્ય કોઈ કામ ન કરે. આ ખૂબ જ આશ્ચર્યજનક જોબ છે.

હવે કર્મચારીઓને કંઈ પણ ન કરવા માટે રૂપિયા આપી રહ્યું છે Google, આખરે કેમ... શું છે આમાં ફાયદો?

Google Jobs: લગભગ દરરોજ ટેક કંપનીઓ સ્માર્ટ AI ટૂલ્સ લોન્ચ કરી રહી છે. મેટાએ હાલમાં જ Llama 4 બતાવ્યું, OpenAI એ GPT-4o માટે એક નવું ડિફોલ્ટ ઇમેજ જનરેશન ટૂલ લોન્ચ કર્યું અને ગુગલે તેનું નવીનતમ અને સૌથી એડવાન્સ જેમિની 2.5 પ્રો લોન્ચ કર્યું. જેમ-જેમ સૌથી સારા મોડલ માટેની સ્પર્ધા વધી રહી છે, તેમ-તેમ સૌથી સારા AI પ્રતિભાને હાયર કરવાની રેસ પણ વધી રહી છે.

આ દરમિયાન ગુગલે એક હેરાન કરનારું પગલું ભર્યું છે. વાસ્તવમાં કંપની તેના કેટલાક કર્મચારીઓને કંઈ ન કરવા બદલ પગાર આપી રહી છે. કંપની કોઈ રજા કે ઈનામ આપી રહી નથી. પરંતુ કંપની એક કરાર ઈચ્છે છે.

વાસ્તવમાં કંપની ઇચ્છે છે કે, ગુગલ છોડ્યા પછી કર્મચારી એક નિશ્ચિત સમયગાળા માટે હરીફ કંપનીમાં જોડાય નહીં. એક કરાર હેઠળ તેમને પગાર મળશે, જેના કારણે તેને બીજી કંપનીમાં જવાની મંજૂરી નથી. કેટલાક કિસ્સાઓમાં આ રાહ જોવાનો સમયગાળો એક વર્ષ સુધીનો હોય છે.

એક અલગ તથ્ય
અમે જાણીએ છીએ કે, તમે શું વિચારી રહ્યાં છો. આ એક સપના જેવુ લાગે છે કે, કામ કર્યા વિના રૂપિયા મળવા. જો કે, ઘણા AI સંશોધકો માટે તે તેમની કરિયર પર મોટી અસર કરી શકે છે. AIમાં દર અઠવાડિયે ઘણું બધું થઈ રહ્યું છે કે કંઈ પણ કર્યા વગર બેસી રહેવાથી લાગે છે કે તમે પાછળ રહી ગયા છો.

આ મુદ્દાને માઈક્રોસોફ્ટ AIના વાઇસ પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ ડીપમાઇન્ડ એક્ઝિક્યુટિવ નાન્ડો ડી ફ્રીટાસે સામે લાવ્યા હતા. X (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં તેમણે 26 માર્ચ 2025ના રોજ લખ્યું હતું કે, 'DeepMindના કર્મચારીઓ નિયમિત રીતે તેમનો સંપર્ક કરે છે અને પૂછે છે કે તેઓ આ કોન્ટ્રાક્ટને કેવી રીતે ટાળી શકે છે. કેટલાક લોકો તેમને નોકરી માટે પણ પૂછે છે, એમ વિચારીને કે આગળ વધવાનો આ એકમાત્ર રસ્તો છે.'

તેમણે પોસ્ટમાં લખ્યું કે, "આ કરારો પર સહી કરશો નહીં. કોઈપણ અમેરિકાના કોર્પોરેશનમાં આટલી શક્તિ હોવી જોઈએ નહીં, ખાસ કરીને યુરોપમાં. આ શક્તિનો દુરુપયોગ છે, જે યોગ્ય નથી.'

આ કરારો UKમાં વિશેષ રીતે મુશ્કેલ છે. જ્યાં ડીપમાઇન્ડ સ્થિત છે. કેલિફોર્નિયાથી વિપરીત, જ્યાં આવા કરારોની પરવાનગી નથી, UKનો કાયદો બિન-સ્પર્ધાઓને મંજૂરી આપે છે, જ્યાં સુધી તે બન્ને પક્ષો માટે ન્યાયી માનવામાં આવે છે. ડીપમાઈન્ડે બિઝનેસ ઈન્સાઈડરને જણાવ્યું કે, તે આ કોન્ટ્રાક્ટનો ઉપયોગ જ્યારે જરૂરી હોય ત્યારે જ કરે છે, ખાસ કરીને મહત્વપૂર્ણ અથવા સંવેદનશીલ પ્રોજેક્ટને સુરક્ષિત રાખવા માટે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news