'અમે અનામતમાં 50 ટકાની દીવાલ તોડી નાખીશું', કોંગ્રેસ અધિવેશનમાં બોલ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદી અને આરએસએસે સ્પષ્ટ કરી દીધું છે કે તે જાતિગત જનગણના કરાવવા ઈચ્છતા નથી.

'અમે અનામતમાં 50 ટકાની દીવાલ તોડી નાખીશું', કોંગ્રેસ અધિવેશનમાં બોલ્યા રાહુલ ગાંધી

અમદાવાદઃ અમદાવાદમાં આયોજીત કોંગ્રેસ અધિવેશનમાં લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના ઈતિહાસ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યુ, '100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને 150 વર્ષ પહેલા સરદાર પટેલનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. તેમણે કહ્યું કે હું પછાત લોકો માટે કામ કરી રહ્યો છું.'

તેલંગણામાં કોંગ્રેસે ભર્યું ક્રાંતિકારી પગલું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેલંગણામાં જાતિ જનગણના કરી અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. તેમણે કહ્યું- અમારે તે જાણવાનું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યુ કે તમે જાતિ જનગણના કરાવો. દેશને ખબર હોવી જોઈએ કે દલિત કેટલા છે, પછાત વર્ગના કેટલા છે. ગરીબ જનરલ વર્ગના કેટલા લોકો છે.

उन्होंने कहा-

• राहुल, मैं सिर्फ अपना काम करती हूं। मेरे न रहने पर लोग मेरे बारे में क्या सोचते हैं, उसकी परवाह मुझे नहीं है।

• मेरा फोकस सिर्फ अपने काम पर… pic.twitter.com/UFzDTdTBke

— Congress (@INCIndia) April 9, 2025

 

અનામત પર બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ- પીએમ મોદી અને આરએસએસે સ્પષ્ટ કરી દીધુ કે અમે જાતિગત જનગણના કરાવવા ઈચ્છતા નથી. અમે છુપાવવા ઈચ્છીએ છીએ. હું બોલ્યો, તમારે છુપાવવું હોય એટલું છુપાવો. અમે અહીંથી જાતિગત જનગણના પાસ કરીશું. હું ફરીથી પુનરાવર્તન કરું છું કે અમે સમગ્ર દેશમાં 50 ટકા અનામતની દિવાલ તોડીશું. અમે 50 ટકા અનામતની દીવાલ તોડી નાખીશું. અમે તેલંગાણામાં જે કર્યું, તે જ અમે આખા ભારત માટે દિલ્હીમાં કરવાના છીએ."

પીએમ મોદી પર કર્યા પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશ અને યુએસ ટેરિફ મુદ્દે પીએમ મોદીને ઘેર્યા હતા. તેમણે કહ્યું, "આપણા વડાપ્રધાન ગમે ત્યાં માથું ઝુકાવી દે છે. બાંગ્લાદેશ ઉલટું નિવેદન આપે છે અને પીએમ મોદી તેનું સમર્થન કરે છે. ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું હતું કે હવે તેઓ ગળે નહીં પરંતુ ટેરિફ લગાવશે. પીએમ મોદીની 56 ઈંચની છાતી ક્યાં ગઈ?"

सभी को पता होना चाहिए कि देश में कितने दलित, पिछड़े, आदिवासी, अल्पसंख्यक और गरीब सामान्य वर्ग के लोग हैं। इसके अलावा,… pic.twitter.com/ldTaA4OqUl

— Congress (@INCIndia) April 9, 2025

'વક્ફ કાયદો ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો છે'
રાહુલ ગાંધીએ નવા વકફ કાયદા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વકફ કાયદો ધાર્મિક સ્વતંત્રતા અને કાયદા પર હુમલો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પાર્ટીની વિચારધારા છે, RSS જ ભાજપ સાથે ટક્કર આપી શકે છે. અમે અંગ્રેજો અને આરએસએસની વિચારધારા સામે લડ્યા. બંધારણમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર આરએસએસના હોવા જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news