Royal Enfield તેની સૌથી સસ્તી બાઇક નવા અવતારમાં કરી રજૂ, જાણો ફીચર્સ અને કિંમત
Royal Enfield Cheap Bike: રોયલ એનફિલ્ડે તેની સૌથી સસ્તી બાઈકમાં ઘણી આધુનિક સુવિધાઓ શામેલ કરવામાં આવી છે, જેમાં LED હેડલેમ્પ, ટ્રિપર નેવિગેશન પોડ અને ટાઇપ-સી યુએસબી ચાર્જિંગ પોર્ટનો સમાવેશ થાય છે.
Trending Photos
Royal Enfield Cheap Bike: રોયલ એનફિલ્ડે તેની સૌથી સસ્તી બાઇક હન્ટર 350ને નવા અવતારમાં રજૂ કરી છે. હવે તેને નવા કલર ઓપ્શન ગ્રેફાઇટ ગ્રે રંગમાં પણ ખરીદી શકાય છે, જેની એક્સ-શોરૂમ કિંમત 1 લાખ 76 હજાર 750 રૂપિયા છે. આ નવો રંગ મિડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને હન્ટરના કુલ 7 રંગ ઓપ્શનમાં શામેલ કરવામાં આવ્યા છે.
નવા રોયલ એનફિલ્ડ હન્ટરની સુવિધાઓ
અપગ્રેડેડ રોયલ એનફિલ્ડ હન્ટરમાં ઘણી આધુનિક સુવિધાઓ શામેલ કરવામાં આવી છે, જેમાં એલઇડી હેડલેમ્પ, ટ્રિપર નેવિગેશન પોડ અને ટાઇપ-સી યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવા અપગ્રેડ શામેલ છે. આ ઉપરાંત, સીટને હાઈ ડેંસિટી ફોમ સાથે અપડેટ કરવામાં આવી છે. આ સુવિધાઓ રાઈડરના એક્સપીપિયંસને વધારે સારૂ બનાવે છે, જે ખાસ કરીને લાંબી સવારી માટે યોગ્ય છે. બાઇકમાં નવું રિયર સસ્પેન્શન અને આરામદાયક સવારી માટે વધુ સારી સીટિંગ કમ્ફર્ટ મળે છે.
રોયલ એનફિલ્ડ હન્ટરનું પાવર અને બુકિંગ
હવે એન્જિન વિશે વાત કરીએ તો, હન્ટર 350 માં 349cc J-સિરીઝ એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે. આ પાવરટ્રેન 20.2 bhp અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપ આસિસ્ટ ક્લચ સાથે આવે છે. આ નવા કલર એડિશનનું બુકિંગ રોયલ એનફિલ્ડ ડીલરશીપ, સત્તાવાર વેબસાઇટ અને એપ દ્વારા શરૂ થઈ ગયું છે.
સિટી રાઈડિંગ માટે એક સ્ટાઇલિશ વિકલ્પ
તમને મેટ ફિનિશ સાથે નવું ગ્રેફાઇટ ગ્રે વેરિઅન્ટ મળશે, જે ખૂબ જ આકર્ષક દેખાવ આપે છે. તેમાં નિયોન યલો હાઇલાઇટ્સ છે અને તે શહેરી ગ્રેફિટી આર્ટથી ઈંસ્પાયર્ડ છે. આ કલર રિયો વ્હાઇટ અને ડેપર ગ્રે સાથે મિડ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. રોયલ એનફિલ્ડ હન્ટર 350નો નવો કલર મિડ-વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. હન્ટર 350 યુવાન ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે અને સિટી રાઈડિંગ માટે એક સ્ટાઇલિશ વિકલ્પ છે. આ બાઇક હવે રિયો વ્હાઇટ, ડેપર ગ્રે અને ગ્રેફાઇટ ગ્રે રંગોમાં ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે