તમામ SUVની બાપ છે મહિન્દ્રાની આ ગાડી, ફિચર એવા છે કે તમે ચાર બંગડીવાળીમાં પણ નહીં જોયા હોય!
મહિન્દ્રાએ તેની બેસ્ટ સેલિંગ એસયુવી સ્કોર્પિયોમાં એનમાં એવાં સેફ્ટી ફિચર્સનો ઉમેરો કર્યો છે જે તેને બાકી બધી વ્હીકલ કરતાં વિશિષ્ટ બનાવે છે.
Trending Photos
Mahindra Scorpio: દેશની જાણીતી વાહન નિર્માતા કંપની મહિંદ્રા એન્ડ મહિન્દ્રાએ તેની બેસ્ટ સેલિંગ SUV Mahindra Scorpio Nના નવા વેરિએંટને બજારમાં લોન્ચ કરી છે. નવી સ્કોર્પિયો હવે પહેલા કરતાં વધારે સુરક્ષિત બની છે. કંપનીએ તેના નવા ટોપ સ્પેક્સ વેરિઅન્ટ 'Z8L'ને લોન્ચ કરી છે, જેમાં એડવાંસ ડ્રાઈવર અસિસ્ટેંસ સિસ્ટમ (ADAS)ની સુવિધા આપવામાં આવશે. આ ખાસ સુરક્ષા સુવિધાથી સજ્જ નવા વેરિઅન્ટની શરૂઆતની કિંમત 21.35 લાખ રૂપિયા છે.
'Z8L'વેરિઅન્ટના ફિચર અને કિંમત
આ સિવાય Scorpio Nના લાઈનઅપને આગળ વધારતાં નવા 'Z8L'વેરિઅન્ટને પણ લોન્ચ કરાયું છે. જે Z8 અને ADASથી સજ્જ ટોપ-સ્પેક્સ વેરિઅન્ટ Z8Lના વચ્ચેની પોઝિશન હશે. આ વેરિઅન્ટમાં એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટેંસની સુવિધા નહી આપવામાં આવે. તમામ અન્ય સ્માર્ટ ફિચર ધરાવતી આ વેરિઅન્ટની શરુઆતની કિંમત 20.29 લાખ રુપિયા છે.
N Z8L મોંઘી પણ સુરક્ષાની ખાતરી
ADASની સાથે નવા સ્કોર્પિયો N Z8L વેરિઅન્ટ- 6 સીટ અને 7 સીટ કોન્ફિગરેશનમાં આવે છે, જે Z8L વેરિઅન્ટની તુલાનામાં લગભગ 46,000 રુપિયા વધુ મોંઘી છે. પરંતુ આ નવા સેફ્ટી ફિચરની સામે આ કિંમત સામાન્ય લાગે કેમકે સેફ્ટી ફિચર સ્યૂટમાં ઘણાં શાનદાર ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADAS પેકેજ ફિચર્સ
ADAS પેકેજમાં ફ્રંટ કોલાઈઝન વોર્નિંગ, ઓટોમેટિક ઈમરજેન્સી બ્રેકિંગ, સ્ટોપ એન્ડ ગો ની સાથે એડોપ્ટિવ ક્રૂઝ કંટ્રોઝ, લેન ડિપાર્ચર વોર્નિંગ, લેન કીપ અસિસ્ટ, ટ્રાફિક સાઈન રિકોગ્નાઈઝેશન, હાય બીમ અસિસ્ટ, સ્પીડ લિમિટ અસિસ્ટ, ફ્રંટ વ્હીકલ સ્ટાર્ટ અલર્ટ, આટલાં ફિચર્સનો સમાવેશ થાય છે.
પહેલી પેટ્રોલ-ડીઝલ એસયુવી છે જેમાં આ ફિચર મળશે
મહિન્દ્રાનું કહેવું છે કે સ્કોર્પિયો N તેની પહેલી પેટ્રોલ-ડીઝલ એસયુવી છે જેમાં સ્પીડ લિમિટ અસિસ્ટ અને ફ્રંટ વ્હીકલ સ્ટાર્ટ એલર્ટ જેવા ADAS ફિચર આપવામાં આવ્યાં છે. આ ફિચર કંપનીના અન્ય કોઈ પેટ્રોલ-ડીઝલ (ICE) વાહનોમાં આપવામાં આવ્યું નથી. આ વેરિઅન્ટ પેટ્રોલ-ડિઝલ પાવરટ્રેન સાથે ટૂ-વ્હીલ ડ્રાઈવ (2WD) અને ફોર-વ્હીલ (4WD) ડ્રાઈવ વેરિઅન્ટમાં વેંચાણ માટે ઉપલબ્ધ છે.
સ્કોર્પિયો N વેરિઅન્ટની ખાસિયત
નવી સ્કોર્પિયો એન Z8T વેરિઅન્ટની કિંમત Z8ની તુલનામાં લગભગ 1.13 લાખ રુપિયા વધારે છે પણ ADASના Z8L વેરિઅન્ટથી લગભગ 1.06 લાખ રુપિયા ઓછી છે. કંપનીએ આ નવા Z8T વેરિઅન્ટમાં ખાસ સેફ્ટી ફિચર્સનો સમાવેશ કર્યો છે. જેમાં ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ફ્રંટ પાર્કિંગ સેંસર, ઓટો-ડિમિંગ ઈનસાઈડ રિયર-વ્યૂ મિરર અને 360 ડિગ્રી કેમેરાનો સમાવેશ થાય છે.
આરામદાયક સુવિધામાં વધારો
આ Z8T વેરિઅન્ટમાં, કંપનીએ 18-ઇંચના મોટા એલોય વ્હીલ્સ આપ્યા છે. જે ખરાબ રસ્તાઓ પર પણ SUV ને સંતુલિત ડ્રાઇવ આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત, 12-સ્પીકરની સોની ઓડિયો સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને 6-વે પાવર્ડ ડ્રાઇવર સીટ જેવી સુવિધાઓ તેના ડ્રાઇવિંગને વધુ આરામદાયક બનાવે છે. જો ADAS સ્યુટ દૂર કરવામાં આવે, તો Z8T માં Z8L જેવી જ સલામતી સુવિધાઓ પણ છે. આ વેરિઅન્ટ પેટ્રોલ-ડીઝલ એન્જિન સાથે ટુ-વ્હીલ ડ્રાઇવ (2WD) અને ફોર-વ્હીલ ડ્રાઇવ (4WD) વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે